જમીયત ઉલમાએ હિન્દ- ભાવનગર શાખા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો : ૧૦૧ રકતદાતાઓએ રકતદાન કર્યુ

16

ભાવનગર શહેરની જમીયત ઉલમાએ હિન્દ – ભાવનગર શાખા દ્વારા તા . ૧૯ ને રવિવારે સવારે ૧૦ થી સાંજના ૫ કલાક સુધી શહેરનાં લીમડીવાળી સડક ખાતે આવેલ મદ્રેસા ઇબ્રાહીમ પ્રાથમિક શાળા ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રકતદાન કેમ્પમાં ૧૦૧ જેટલા રકતદાતાઓએ ઉત્સાહભેર રકતદાન કર્યુ હતું . રકતદાતાઓને સંસ્થા દ્વારા ભેટ અર્પણ કરવામાં આવી હતી , આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહેબુબભાઇ શેખ ( ટીણાભાઈ ) , પૂર્વ નગરસેવક ઈકબાલભાઇ આસ્બ , કાળુભાઇ બેલીમ , મુસ્તુફા ખોખર ( ગેટીંગ ) , સૈચદ સાલેબીન સચદબાપુ ( મહુવાવાળા ) સહિતનાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા . આ કેમ્પને સફળ બનાવવા માટે જમીચતના હોદ્દેદારો , કારોબારી સભ્યો , જમીયત ઉલમાએ હિન્દના આલીમો , મૌલાના સાહેબો તેમજ સભ્યે અને સ્વયં સેવકોએ સારી જહેમત ઉઠાવી હતી , શહેરની સરકારી સર ટી . હોસ્પિટલનાં બાળકોના વોર્ડના ડોક્ટર સલીમભાઈ તેમજ સર ટી . હોસ્પિટલના સ્ટાફે સારી જહેમત ઉઠાવી હતી , સંસ્થા દ્વારા એકત્રિત કરેલ ૧૦૧ બોટલ સર ટી . હોસ્પિટલમાં સમર્પિત કરવામાં આવી હતી .

Previous articleમેઘરાજા ભાવનગર જિલ્લા પર મહેરબાન થયા, ચોમેર વરસાદ
Next articleનાના પાટેકર ટૂંક સમયમાં ઓટીટીમાં જોવા મળશે