ગુજરાતમાં ૧૨માંની પરીક્ષા દરમિયાન મોટા પાયે નકલ કરવામાં આવી છે તેનું અનુમાન એના પરથી લગાવી શકાય કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઘ્વારા ૨૦૦ કિલોથી વધારે કાપલીઓ જપ્ત કરવામાં આવી છે. આ નકલો જુનાગઢ શહેરના વંથલી પરીક્ષા કેન્દ્રમાંથી જપ્ત કરવામાં આવી છે. આ નકલો ધોરણ ૧૨ ની વિજ્ઞાનની પરીક્ષાની છે, જે માર્ચના બીજા સપ્તાહમાં લેવામાં આવી હતી.
બોર્ડ અધિકારીઓ નકલ કૉપિની ૨૦ બેગ જપ્ત કરી છે, જેમાં મોટા ભાગના પ્રશ્નોના ઉત્તરની નાની નાની ફોટો કૉપિ હતી. આ ખુલાસો તે સમયે થયો જ્યારે ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિ આ કેસની સુનવણી કરતી હતી. બોર્ડે આ બાબતે ગંભીર વલણ લીધું છે અને પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા કોઓર્ડિનેટરને બોલાવ્યા છે. આ કિસ્સામાં બોર્ડના વીસી એનસી શાહ નું કહેવું હતું કે જે ૧૫ વિદ્યાર્થીઓ કથિત નકલમાં સામેલ છે, તે તમામ વિદ્યાર્થીઓને ૩૧ મી મેના રોજ બોલાવવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લાના શિક્ષણ અધિકારી બી કે કેલ્લાએ સમાચારનું સમર્થન આપતા જણાવ્યું કે અમને અનિયમિતતા ની કેટલીક ફરિયાદો પ્રાપ્ત થઈ છે, આ ફરિયાદ સ્વામિનારાયણ ગુરુકુળની છે . જ્યારે અમે ૧૪ માર્ચના રોજ અહીં પહોંચ્યા ત્યારે ધોરણ ૧૦ ની પરીક્ષા ચાલુ હતી, અમે જોયું કે માર્ગ સફેદ કાગળો થી ભરેલો હતો , જે વિદ્યાર્થીઓ દ્વારા ફેંકવામાં આવેલી નકલ કોપીઓ હતી. અમે રસાયણશાસ્ત્ર ની પરીક્ષાના સમયે ઓછામાં ઓછા ૩ વખત ચેતવણીઓ આપી હતી, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ બોર્ડ સાથે તેમની નકલ કોપી જમા કરાવી હતી. અમે પરીક્ષા દરમિયાન બાળકોની શોધ પણ કરી, અમને જાણવા મળ્યું કે ૧૫ વિદ્યાર્થીઓ પાસે નકલ કોપી હતી.