એક ઉમેદવારની પસંદગી કરવાનું કામ પડકારરૂપ બન્યું
ભાવનગર યુનિવર્સિટીના કુલપતિની પસંદગી માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે કુલપતિ બનવા માટે કુલ 121 ઉમેદવારોએ પોતાનો બાયોડેટા મોકલતા યુનિવર્સિટીની સર્ચ કમિટી માટે એક ઉમેદવારની પસંદગી કરવાનું કામ થોડું મુશ્કેલ બન્યું છે. આ અંગેના એમકેબી યુનિવર્સિટીના રજીસ્ટારએ જણાવ્યા અનુસાર કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને શોધવા માટેની રચાયેલી સર્ચ કમિટીની પ્રથમ ઓનલાઈન બેઠક મળી હતી. આ બેઠકમાં કુલપતિ તરીકે લાયક ઉમેદવારોની અરજી મેળવવાની પ્રક્રિયા છે. અંગે વિચાર-વિમર્શ કરાયા બાદ કુલપતિ તરીકે લાયક ઉમેદવારોના બાયોડૅટા એકત્રિત કરવા માટે સર્ચ કમિટીએ સૂચના આપી હતી, જેમાંથી 16 જુનના દિવસે અંતિમ દિવસ હતો જેમાંથી 121 ઉમેદવારોના બાયોડૅટાઓ મળ્યા છે,
જેને પગલે યુનિ.એ લાયક ઉમેદવારોના બાયોડૅટા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બાયોડૅટા એકત્રિત કરવાની ચાલી રહેલી પ્રક્રિયા અંતર્ગત અંતિમ દિવસ સુધીમાં ભાવનગર યુનિવર્સિટીને 121 મુરતિયાઓના બાયોડેટા સાંપડ્યા છે. હવે જોવાનું રહ્યું કોના શિરે વાઇસ ચાન્સલર તાજ જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાવનગર યુનિવર્સિટીના કાયમી કુલપતિની પસંદગી માટે રચાયેલી સર્ચ કમિટીમાં ગવર્નરના પ્રતિનિધિ તરીકે અને સર્ચ કમિટીના ચેરમેન તરીકે પ્રો.દિનેશકુમારની નિયુક્તિ થયા બાદ અપૂર્ણ રહેલી સર્ચ કમિટીના ચાર સભ્યોની નિમણૂક થઈ ગઈ છે.