ભારત બંધના એલાનનો ભાવનગરમાં ફિયાસ્કો, છતાં શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

15

સરકાર દ્વારા ભારતીય સંરક્ષણમાં ભરતી માટે અગ્નિપથ યોજના અમલમાં મુકવામાં આવી છે તેનો દેશભરમાં કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના પગલે આજે ભારત બંધનું એલાન પણ આપવામાં આવેલ. જો કે, ભાવનગર શહેરમાં અગ્નિપથ યોજના સંદર્ભે અપાયેલા ભારત બંધની કોઇ અસર થવા પામી નથી અને શહેરભરની બજારો સંપૂર્ણપણે ખુલ્લી રહી છે અને અગાઉ ભાવનગર પોલીસ વિભાગ દ્વારા શહેરની શાંતિ જળવાઇ રહે તે માટે ભારત બંધના એલાનમાં લોકોએ જોડાવું નહીં તેવી અપીલ પણ કરવામાં આવી હતી છતાં આજના બંધના પગલે પોલીસ દ્વારા કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને શહેરની શાંતિ ડહોળાઇ નહીં તે માટે જાહેર સ્થળો, સરકારી કચેરીઓ અને બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Previous articleધરતીપુત્રોએ કર્યા વાવણીનાં ‘શ્રી ગણેશ’
Next articleભાવ. શહેર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાઈ