ફ્લાય ઓવરબ્રિજના બેરિંગના ટેસ્ટિંગ માટે સીટી એન્જિનિયર સહિતના નાશીક પહોંચ્યા

15

શહેરના પ્રથમ ફ્લાય ઓવરબ્રિજનું ધીમી છતાં મક્કમ ગતિએ આગળ ધપતું કાર્ય
ભાવનગરમાં રાજકોટ રોડ પર શહેરનો પ્રથમ ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. ધીમી છતાં મક્કમ ગતિએ ફલાય ઓવર બ્રિજનું કામ આગળ ધપી રહ્યું છે. ત્યારે બ્રિજમાં ઉપયોગમાં લેવાતા બેરિંગના ટેસ્ટિંગ માટે આજે કોર્પોરેશનના સિટી એન્જિનિયર, રોડ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટર એજન્સીના માણસો નાસિક જવા રવાના થયા હતા. ફ્લાય ઓવર બ્રિજના કામમાં ૭૬ પિલર આવશે જે દરેક પિલર પર બે કે તેથી વધુ બેરિંગ આવશે. પિલર અને બ્રિજ વચ્ચે આ બેરિંગ સેતુરુપ બને છે ત્યારે તેના ઉપયોગ પૂર્વે ટેસ્ટિંગ માટે આજે સિટી એન્જિનિયર અને રોડ વિભાગના મુખ્ય ઇજનેર એમ.ડી મકવાણા, રોડ વિભાગના સાથી અધિકારી મહેન્દ્રસિંહ તેમજ કોન્ટ્રાક્ટ એજન્સીનો સ્ટાફ નાસિક જવા રવાના થયા હતા. નાસિકમાં બેરિંગનું ટેસ્ટિંગ લેવાશે અને કોર્પોરેશન મંજૂરીની મહોર મારશે પછી આ બેરિંગને ઓવરબ્રિજના કામમાં ઉપયોગમાં લેવા ભાવનગર લેવાશે. ૭૬ પિલર પર કુલ ૨૫૦ જેટલા બેરિંગનો ઉપયોગ થનાર હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleભાવનગરની કોલેજોમાં તા.૧૧ જુલાઇથી પ્રથમ સેમેસ્ટરનો અભ્યાસ શરૂ થશે
Next articleભાવનગર જિલ્લામાં આજે એક સાથે ૭ કોરોનાનો નવા કેસ નોંધાતા ફફડાટ