મોટી પાણીયાળી કેન્દ્રવર્તિ શાળામા દાતા દ્વારા ૨૧૦૦ ચોપડા વિતરણ

12

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામા તા.૧૯ને રવિવારના રોજ શાળાના ૪૨૫ જેટલા બાળકોને લખવા માટે સારી ગુણવત્તાના ૨૧૦૦ ફુલ્સકેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ દાતા વલ્લભભાઇ માણિયા, અનિલભાઇ માણિયા તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય વિજયસિંહ ચૌહાણની હાજરીમા યોજાયો હતો. દાતા મારૂતિ ડિયામ પરિવાર તરફથી દર વર્ષે બાળકોને લખવા માટે આખુ વર્ષ ચાલે એટલા ફુલ્સકેપ ચોપડા આપવામા આવે છે જેથી બાળકોના શિક્ષણમા ખુબ જ મદદ મળી રહે છે. આ પ્રસંગે ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધામા શાળાના આચાર્ય બી.એ.વાળા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને રાજય કક્ષાએ એક થી ત્રણમા ૫૬ નઁબર મેળવનાર બાળકો ઉપરાંત સ્પોર્ટ્‌સ સ્કુલમા પસંદ થયેલ અને શાળા તથા ગામનુ ગૌરવ વધારનાર તમામ બાળકોનુ મેડલથી સન્માન કરવામા આવ્યુ હતુ.કાર્યક્રમનુ સંચાલન શિક્ષક મહેશભાઇ દ્વારા કરવામા આવેલ.

Previous articleભાવનગર જિલ્લામાં આજે એક સાથે ૭ કોરોનાનો નવા કેસ નોંધાતા ફફડાટ
Next articleમોણપરના યુવાનના અકસ્માત બાદ બ્રેઇન ડેડ થતા અવયવદાન કરાયુ, પાંચનુ જીવન ઉજાળ્યું