ભાવનગરની 6 વર્ષની શિવાનીબા રમતા રમતા કરી નાખે છે એક-બે નહીં પણ 25 આસન..!

18

આસનોના નામ રાખવા બાળકો માટે મુશ્કેલ છે તે ઉંમરમાં નાની યોગની શિવાનીબા ઝાલાની કમાલ
21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે આસનોના નામ યાદ રાખવા બાળકો માટે મુશ્કેલ છે તે ઉંમરમાં ભાવનગરમાં રહેતી શિવાનીબા ઝાલા માત્ર 6 વર્ષની ઉંમરમાં જ રમતા રમતા 25 જેટલા આસનો કરી નાખે છે, બાળકોની ઉંમર રમકડાં રમવાની ત્યારે આ ઉંમરે ઢીંગલી રમતા રમતા આસનો કરી નાખે છે, ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવતા કલ્પેશસિંહ ઝાલાની દીકરી શિવાનીબા ઝાલા જે માત્ર 6 વર્ષની ઉંમરમાં જ 25 જેટલા આસનો રમતા રમતા કરી નાખે છે આ ઉંમરના બાળકોને આસોના નામ જ યાદ રાખવા મુશ્કેલ છે ત્યારે નામ ને યાદ રાખીને તે મુજબના આસનો કરે છે તેને આસનો કરતા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, પવનમુક્તાસન, વ્રૂક્ષાસન, તાડાસન, ઉત્તાનપાદાસન, વજ્રાસન, પદ્માસન, ત્રિકોણાસન, ઊષ્ટ્રાસન, અર્ધચક્રાસન, શવાસન, ભુજંગાસન, પૂર્ણ ભુજંગાસન, ધનુરાસન, પાદ હસ્તાસન, ભુમાસન, મકરાસન, સવાસન, પવનમુક્તાસન, કર્ણપીડાસન, સેતુબંધાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, પશ્ચિમોત્તાસન, હલાસન, ધનુરાસન તથા સૂર્ય નમસ્કાર વિગેરે કરે છે.

શિવાનીબા ઝાલા અત્યારે 6 વર્ષની ઉંમર ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં HKG માં અભ્યાસ કરે છે, ભાવનગરના યોગ એસોસિએશનના સેક્રેટરી રેવતુભા ગોહિલ અત્યારે શિવાનીબાને ટ્રેનિંગ આપી રહ્યા છે, જેમાં ત્યાં તેને વધુ આસાન શીખવા મળ્યા છે, યોગના પ્રશિક્ષણ માટે વિવિધ શિબિરો, ક્લાસીસ, કોચ, પ્રશિક્ષકોની ડિમાન્ડ છે, કારણકે હવે યોગ આરોગ્યની દ્રષ્ટિએ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ મહત્વ માનવામાં આવે છે, કલ્પેશસિંહ વાતચીત કરતાં જણાવ્યું હતું કે એક દિવસમે યોગ નું પુસ્તક વાંચવા લીધું તો તેને તેમાં રસ પડી ગયો અને કુતુહુલતાપૂર્વક સવાલો પૂછવા લાગી તેથી મેં આસનોની તસવીર અને પ્રેક્ટિકલ કરી બતાવ્યું તો આપમેળે જ ધીમે ધીમે શીખી ગઈ અત્યારે છ વર્ષની ઉંમરમાં તેઓ રમતા રમતા 25થી વધારે આસનો કરી રહી છે, અને તે ત્રણ વર્ષની હતી ત્યારેથી જ યોગ કરી રહી છે આ નાની યોગની સાથે સાથે તેઓ કોમેડી એક્ટરના વિડિયો પણ બનાવવા તેને ખૂબ ગમે છે, અત્યારે શિવાનીબા ઝાલા ઇન્સ્ટાગ્રામ પર 11 હજારથી વધુ ફોલોઅર્સ પણ છે અભ્યાસની સાથે સાથે અન્ય શોખમાં તેને પેન્ટિંગ કરવી ગમે છે અને સ્પોર્ટ્સમાં બાસ્કેટબોલ પણ રમે છે, મોટી ઉંમરનાને પણ આસનો કરવામાં તકલીફ પડતી હોય છે ત્યારે આ શિવાનીબા ઝાલા સિદ્ધિ નોંધનીય છે,
સમગ્ર વિશ્વ 20મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભાવનગર ખાતે પણ વિવિધ શાળા-કોલેજો, સંસ્થાઓ, આયોજકો તથા તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે 6 લાખ લોકો યોગમાં ભાગ લેશે.

Previous articleકુલગામમાં બે પાકિસ્તાની સહિત ચાર આતંકીઓ ઠાર
Next articleવરસાદી માહોલ વચ્ચે ભાવનગરમાં યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી