પલોડિયામાં ૭૨ હજાર સાથે નવ જુગારીઓ ઝડપાયા

1240

ગાંધીનગર એલસબી કચેરીથી પ્રાપ્ત વિગતોનુંસાર જિલ્લા પોલીસ વડાની જુગાર તથા પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત એલસીબી એહેકો મનુજી સ્ટાફનાં જવાનો અનુપસિંહ, દિગ્વીજય સિંહ, જીગ્નેશકુમાર, ભવાનસિંહ સાથે કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા, ત્યારે પલોડીયા ગામે નીચલા વાસમાં જુગાર રમાતો હોવાની બાતમી મનુજીને મળી હતી.

માહિતીના આધારે આ વિસ્તારને કોર્ડન કરીને દરોડો પાડ્‌યો હતો. જેમાં માનસિંગજી છનાજી ઠાકોર (રહે શિલજ, કલોલ), મેલાજી રામાજી ઠાકોર, જીતેન્દ્ર ચંદુભાઇ ઠાકોર (રહે રાંચરડા, કલોલ), ભરતજી પ્રહલાદજી ઠાકોર (રહે થોળ, કડી, મહેસાણા), મહેન્દ્ર ચંદુભાઇ રાઠોડ (રહે નાંદોલી, ક્રિષ્ના ફાર્મ હાઉસ), ગોપાળજી બુધાજી ઠાકોર (રહે પલોડીયા, લીંબળી વાસો વાસ), સુરેશ જીવણભાઇ પટેલ (પલોડીયા, પટેલવાસ), હર્ષદલ બળદેવ ગોસ્વામી તથા રવી હકાભાઇ ઠાકોર (રહે વિરમગામ) રૂ.૭૨ હજારની રોકડ સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

Previous articleશહેરમાં કાર્બાઈટથી પકવેલી કેરીનું ધુમ વેચાણ : ફુડ શાખાને મળતી નથી
Next articleવગડવાળી માના મંદિરે કાનૂની શિબિર યોજાઇ