દુનિયાભરમાં કરાઈ રહી છે વિશ્વ યોગ દિવસની ઉજવણી : આખું બ્રહ્માંડ આપણા શરીર અને આત્માથી શરુ થાય છે, બ્રહ્માંડ આપણાથી શરુ થાય છે, યોગ આપણને અંદરની દરેક વસ્તુ પ્રત્યે જાગરુક બનાવે છે : મોદી
મૈસુર,તા.૨૧
આજે ભારત સહિત દુનિયાભરમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ દિવસે આજે કર્ણાટકના મૈસુરમાં આવેલા પેલેસ ગાર્ડનને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આ જગ્યા એટલા માટે ખાસ છે કારણ કે અહીં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ કરી રહ્યા છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓ સહિત ૧૫ હજાર જેટલા લોકો જોડાયા છે. જેઓ યોગ કરી રહ્યા છે. આજે સ્કૂલથી લઈને ઓફિસો અને સેનાના જવાનો પર્વત પર, પાણીમાં વગેરે જગ્યાએ યોગ કરીને તેના મહત્વને સમજાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૈસુરથી જણાવ્યું કે જે રીતે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે તેની સાથે-સાથે લોકો યોગ કરી રહ્યા છે. જે દેશમાં સુર્યોદય થઈ રહ્યો છે તે દેશોમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ રીતે એક રિંગ બની રહી છે અને તેને ગાર્ડિયન રિંગ ઓફ યોગા તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાભરમાં આજે (૨૧ જૂન) આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગ દિવસના પ્રસંગે કર્ણાટકના મૈસુરમાં ઉપસ્થિત છે. અહીં પેલેસ મેદાનમાં પીએમ સામૂહિક યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ મેદાનમાં પીએમ મોદી સાથે ૧૫૦૦૦ લોકો યોગ કરી રહ્યા છે. પીએમે કહ્યું કે આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ઈંર્રૂખ્તટ્ઠર્હ્લિૐેદ્બટ્ઠહૈંઅ છે. હું આ થીમ દ્વારા લોકોને યોગના આ સંદેશાને પુરી માનવતા સુધી પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્રનો અને બધા દેશોનો દિલથી ધન્યવાદ કરું છું. યોગ આપણા માટે શાંતિ લાવે છે. યોગથી શાંતિ ફક્ત વ્યક્તિઓ માટે નથી. યોગ આપણા સમાજમાં શાંતિ લાવે છે. યોગ આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે. યોગ આપણા બ્રહ્માંડમાં શાંતિ લાવે છે. પીએમ મોદીએ કહ્યું કે આ આખું બ્રહ્માંડ આપણા શરીર અને આત્માથી શરુ થાય છે. બ્રહ્માંડ આપણાથી શરુ થાય છે. યોગ આપણને અંદરની દરેક વસ્તુ પ્રત્યે જાગરુક બનાવે છે અને જાગરુકતાની ભાવનાનું નિર્માણ કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ કહ્યું કે દેશ અને વિશ્વભરના બધા લોકોને આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામના. આજે યોગ દિવસના પ્રસંગે કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની, આધ્યાત્મ અને યોગની ધરતી મૈસરુને પ્રણામ કરું છું. પીએમ મોદીએ કહ્યું કે મૈસુર જેવા ભારતના આધ્યાત્મિક કેન્દ્રોએ જે યોગની ઉર્જાને સદીઓથી પોષિત કરી આજે તે યોગ ઉર્જા વિશ્વ સ્વાસ્થ્યને દિશા આપી રહી છે.