પહેલા રદ કરાયેલી સેના ભરતીની લેખિત પરીક્ષા લ્યો, પછી અગ્નિપથ લાગુ કરો

12

સવા વર્ષ પુર્વે સેનાની ભરતીમાં ફિઝિકલ અને મેડીકલ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારોએ ગંજી પહેરી રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું
કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ભરતી માટે અગ્નિપથ યોજના લાગુ કરવામાં આવી રહી છે જો કે દેશભરમાં મોટાભાગે તેનો વિરોધ થઈ રહ્યો છે એ માટે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું ભાવનગરમાં આજે સવા વર્ષ પહેલા સેનાની ભરતી માટે ફિઝીકલ અને મેડિકલ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારોએ પહેલા રદ કરાયેલી સેના ભરતીની લેખિત પરિક્ષા લ્યો પછી અગ્નિપથ યોજના લાગુ કરો તેવી માંગ સાથે ગંજી પહેરી વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું એક સાથે ગંજી પહેરી રેલી સ્વરૂપે નીકળેલા યુવાનોને લોકોએ કુતૂહલ સાથે નિહાળ્યા હતા.
ફેબ્રુઆરી ૨૦૨૧માં એઆરઓ જામનગર દ્વારા લેવાયેલી સેનાની ભરતીના ફિઝિકલ તથા મેડિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ લેખિત પરીક્ષા માટે ૨૫ એપ્રિલના રોજ બોલાવાયેલ પરંતુ કોરોનાની પરિસ્થિતિના કારણે પરીક્ષા સ્થગિત કરવામાં આવેલ ત્યારબાદ નવી તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૧ આપવામાં આવેલ તે પરીક્ષા પણ ૨૪ જુલાઇના રોજ કોરોનાના કારણે રદ કરવામાં આવેલ ત્યાર બાદ આજ સુધી લેખિત પરીક્ષાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી આ અંગે નવેમ્બરમાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં રેલી યોજી પરીક્ષાની તારીખ જાહેર કરવા માટે કલેકટર સમક્ષ માગણી કરવામાં આવેલ અને કેન્દ્ર સરકાર સમક્ષ પણ રજૂઆત કરેલ જેમાં નવી પરીક્ષાની તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે તેમ જણાવેલ પરંતુ તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા અગ્નિપથ યોજના લાગુ કરવામાં આવેલ જેને લઇને સેનાના ત્રણ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અગાઉની પરીક્ષા રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવેલ જેના કારણે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઈ ગયા છે સતત બે વર્ષથી શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારી કરવાથી ઉમેદવારો તથા તેમના પરિવાર પર આર્થિક બોજ પણ પડે છે અનેક યુવાનો આર્મી અને એરફોર્સની બંને ટેસ્ટમાં પાસ થઈ ગયેલ છે અને ભરતી આવી ત્યારે અગ્નિપથ યોજના હતી જ નહીં તેથી તમામ ઉમેદવારોને અગ્નિપથ યોજનામાં સમાવેશ કરવામાં ન આવે અને રેગ્યુલર ભરતી મુજબ પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે આજે ફિઝીકલ અને મેડિકલ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોએ ગંજી પહેરી કાળાનાળા ખાતેથી વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું અને પ્રથમ સેના ભરતીની લેખિત પરિક્ષા લો અને પછી અગ્નિપથ યોજના લાગુ કરો તેવી માંગ કરી હતી અને ગુજરાતના હજારો ઉમેદવારોને ન્યાય આપવા પણ માંગણી કરી હતી.

Previous articleરથયાત્રા સંદર્ભે શહેરમાં પોલીસનુ ફુટ પેટ્રોલીંગ
Next articleકલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળાની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ