નસીબે પંતને દગો આપ્યો, અનિચ્છનીય રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ સુકાની બન્યો!

14

મુંબઇ,તા.૨૨
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે ટી ૨૦ શ્રેણીની પાંચમી અને છેલ્લી ટી ૨૦ મેચ રમાઈ હતી. બેંગ્લોરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવી પડી હતી. આખી સિરીઝની આ હાલત રહી છે. એટલે કે ટીમ ઈન્ડિયા દરેક મેચમાં ટોસ હારી છે. મહત્વનું છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની ટી૨૦ સીરિઝ ૨-૨ થી સરભર રહી હતી. સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદના કારણે રદ્દ થતા સીરિઝ સરભર રહી હતી. આ સાથે સુકાની રિષભ પંત એવો પ્રથમ સુકાની બન્યો છે જેણે પાંચ ટી ૨૦ની દ્વિપક્ષીય શ્રેણીમાં તેના તમામ ટોસ હાર્યા હોય. રિષભ પંતે પણ આ સિરીઝથી કેપ્ટનશિપમાં ડેબ્યુ કર્યું હતું અને તેની શરૂઆત નસીબની દૃષ્ટિએ સારી રહી નથી.અત્યાર સુધી ૧૯ શ્રેણીમાં આવું બન્યું છે જ્યારે કોઈ સુકાની પાંચ કે તેથી વધુ મેચોની દ્વિપક્ષીય શ્રેણીમાં ૪ વખત ટોસ હાર્યો હોય. પુરૂષોની ટી૨૦માં ૧૦ વખત અને વિમેન્સ ટી૨૦માં ૯ વખત આવું બન્યું છે. પરંતુ આ પહેલી વખત છે જ્યારે કોઈ પાંચ મેચની શ્રેણીમાં પાંચેય ટોસ હારી ગયું હોય.આ સિરીઝમાં ખાસ વાત એ હતી કે રિષભ પંતે તમામ ટોસ હાર્યા હતા. ટીમ ઈન્ડિયાએ તમામમાં પ્રથમ બેટિંગ કરી હતી અને કોઈપણ મેચમાં ટીમ ઈન્ડિયાએ તેના પ્લેઈંગ-૧૧માં કોઈ ફેરફાર કર્યો નથી.

Previous articleબંને પક્ષો જીવનમાં આગળ વધી ગયા છે તમે પણ મૂવ ઓન કરો : સમંતા
Next articleભારતીય એરફોર્સના શહીદ સ્વ. જયદત્તસિંહ સરવૈયાના બેસણાંમાં જઇને અસાંત્વના પાઠવતાં સાંસદ અને પ્રદેશ ભા.જ.પા. ના અધ્યક્ષ સી.આર. પાટીલ