ગાંધીનગર સિવિલમાં પીડીયાટ્રીક વિભાગમાં બાળ સંભાળ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યુ છે. જેમાં અતિકુપોષિત બાળકોની અને તેમની માતાને રાખવામાં આવે છે.
ત્યારે આ સંભાળ કેન્દ્રની દિલ્લીની ત્રણ અધિકારીઓ જેમાં આરોગ્ય વિભાગના ટેકનીકલ ઓફિસર ડૉ. પ્રણવ, ભોપાલના પીડીયાટ્રીશીયન ડૉ. રાવત અને દિલ્લી યુનિસેફના ડૉ. અબનેર દ્વારા મુલાકાત લઇને સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં બાળકોને જરૂરી સુવિધાઓ આપવામાં આવે છેકે કેમ તેની જાણકારી મેળવી હતી.
રાજ્યમાં ગત વિધાનસભા મા સત્ર દરમિયાન કુપોષિત બાળકોને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં ૩૬૪૮ બાળકો સરકારના પોપડે નોંધાયોલા બતાવ્યા હતા. રાજ્યમાં કુપોષિત બાળકોની પોષિત કરવા માટે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બાળ સંભાળ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર સિવિલમાં પ્રથમ માળે આવેલા પીડીયાટ્રીક વિભાગમાં બાળ સંભાળ કેન્દ્ર ચલાવામાં આવી રહ્યુ છેુ. ત્યારે દિલ્લીની ત્રણ અધિકારીઓની ટીમ દ્વારા સંભાળ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અધિકારીઓએ બાળકો અને માતાને નિયમ મુજબ સુવિધા આપવામાં આવે છેકે કેમ તેની માહિતી મેળવી હતી.
ગાંધીનગર સિવિલમાં ઓબ્સ આઇસીયુ નવુ બનાવવામાં આવ્યુ છે. ત્યારે અરૂણાચલ પ્રદેશની એક ટીમ સિવિલમાં ઓબ્સ આઇસીયુ વિભાગની મુલાકાત લેશે. જ્યારે તાલુકાના પૂંધરામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં આશા સાડી, મમતા કાર્ડ અને ટેકો પ્રોજેક્ટની માહિતી મેળવશે.