શિવસેનાએ વ્હીપ જાહેર કર્યું, કેબિનેટ મિટિંગમાં ૮ પ્રધાનોની ગેરહાજરી

8

વ્હીપ માટેના પત્રમાં ધારાસભ્યોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે, જો તમે બેઠકમાં હાજર નહીં રહો તો એવું માનવામાં આવશે કે, તમે પાર્ટી તોડવા માગો છો અને તમારી સદસ્યતા રદ થઈ શકે છે
મુંબઈ,તા.૨૨
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગડમથલની વચ્ચે કેબિનેટની બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા હોવાના કારણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક યોજાઈ હતી. મુંબઈમાં કેબિનેટની બેઠકમાં ૮ મંત્રીઓ સામેલ નહોતા થયા. બેઠકમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, શંભૂરાજ દેસાઈ (રાજ્યમંત્રી), બચ્ચૂ કડૂ, રાજેન્દ્ર યેદ્રાવકર અનુપસ્થિત રહ્યા હતા. શિવસેનાએ આજે સાંજે યોજાનારી મોટી બેઠક માટે તમામ ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કર્યું છે. તે સૌને સાંજે ’વર્ષા’ બંગલો ખાતે પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ ધારાસભ્ય તેમાં હાજર નહીં રહે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. વ્હીપ માટેના પત્રમાં ધારાસભ્યોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે, જો તમે બેઠકમાં હાજર નહીં રહો તો એવું માનવામાં આવશે કે, તમે પાર્ટી તોડવા માગો છો અને તમારી સદસ્યતા રદ થઈ શકે છે.

Previous articleશિવસેના છોડવાનો નથી, કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી : શિંદે
Next articleખાવા-પીવાની પેકેજ્ડ ચીજ-વસ્તુઓ તથા અનાજ પર હવે જીએસટી લાગુ કરવાની તૈયારી