દ્રોપદી મુર્મુની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકેની પસંદગીને ભાવનગર શહેર ભાજપે આવકારી

19

ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વતંત્ર ભારતમાં પ્રથમ વાર આદિવાસી મહિલાની રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે પસંદગી કરવામાં આવી છે. ૨૦ જૂન, ૧૯૫૮ના રોજ ઓરિસ્સાના મયુરભંજ ગામમાં જન્મેલ શ્રી દ્રોપદી મુર્મુની પસંદગી આગામી રાષ્ટ્રપતિ માટે કરવામાં આવી છે ત્યારે એ ઉલ્લેખનીય છે કે મુર્મુ ઝારખંડના પ્રથમ મહિલા આદિવાસી રાજ્યપાલ તરીકે કર્તવ્ય નિભાવી ચૂક્યા છે. ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરમાં આવેલી રમા દેવી વુમન્સ કોલેજમાંથી તેમણે બેચલર ઓફ આર્ટ્‌સની ડીગ્રી મેળવી છે. દ્રોપદી મુર્મુ અગાઉ જનજાતિ મોરચાના પ્રમુખ, ભાજપના જિલ્લા પ્રમુખ, રાઈરંગપુર બેઠકના સાંસદ તેમજ રાજ્યના કોમર્સ અને ટ્રાન્સપોર્ટ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રોપદી મુર્મુની નિમણૂકને કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સાંસદ ભારતિબેન શિયાળ ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર શહેરના અધ્યક્ષશ્રી ડો. રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી. બી. ચુડાસમા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણા, પ્રદેશ કારોબારી સદસ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદી, અમોહભાઈ શાહ, સુનિલભાઈ ઓઝા, હરુભાઈ ગોંડલિયા, મેયર કિર્તિબેન દાણીધરીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, સહિત શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, મહાપાલિકાના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ સહિત શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને વરિષ્ઠ આગેવાનોએ મુર્મૂની રાષ્ટ્રપતિપદ માટેની ઉમેદવારીને અભિનંદનસાગ આવકારી હતી.

Previous articleબોટાદની શાળા નજીકથી ૩૦૦૦ લીટર ડિઝલનો જથ્થો મળતા ભારે ખળભળાટ
Next articleભાવનગરમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૨નો શુભારંભ