આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ૧૦૦% નામાંકન,સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે-સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ – ૨૦૨૨-૨૩ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ લઘુમતિ મોરચાના મહામંત્રી નાઝીનભાઈ કાઝી, આસી.કમિશ્નર એફ.એમ.શાહ સાહેબ, કોર્પોરેટર ગોપાલભાઈ મકવાણા,રતનબેન વેગડ, નીતાબેન બારૈયા અને સમિતિના પ્રભારી સભ્ય સંજયભાઈ બારૈયા તેમજ સુમિટોમો કંપનીના પ્રતિનિધિ વનરાજસિંહ ચાવડા,અક્ષયપાત્ર સંસ્થાના પ્રતિનિધિઓ, કીટના દાતા જીમ્ૈં આનંદનગર બેન્કના મેનેજર રાહુલ નાયક,તેમજ લાઈઝન અધિકારી પરાક્રમસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં આંગણવાડીના અને ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને આવકારવામાં આવ્યાં.કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરીને કરવામાં આવી.શાળાની બાળાઓએ મનુષ્ય તું બડા મહાન હૈ પ્રાર્થના અભિનય સાથે રજૂ કરી.ત્યાર બાદ ધો.૧ ના બાળકોને કીટ આપવામાં આવી આ કીટ માં દફતર,બે નોટબુક,પાંચ પેન્સિલ,રબર,સંચો,પાણીની બોટલ,કંપાસ અને આંકની ચોપડી આપવામાં આવી.અક્ષયપાત્ર સંસ્થા તરફથી હેપીનેસ કીટ વિતરણ કરવામાં આવી.શાળના વિદ્યાર્થીઓ જયદીપ અને સાનિયા એ આઝાદીકા અમૃત મહોત્સવ વિશે વક્તવ્ય આપ્યું.ધો.૩ થી ૮ માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અને ધો.૧ થી ૮ માં ?૧૦૦% હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.શાળાને ઉપયોગી એવા શુભેચ્છકો – દાતાઓ સુમિટોમોના પ્રતિનિધિ વનરાજસિંહ ચાવડા તેમજ કોર્પોરેટરશ્રી ગોપાલભાઈ મકવાણા કે જેમણે પોતાની ગ્રાન્ટ માંથી શાળાના બાળકોને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર કુલર આપ્યું તેમજ રતનબેન વેગડ અને નીતાબેન બારૈયાએ -શાળાને ટ્રી ગાર્ડ ફાળવ્યા તેમનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું. કોર્પોરેટર ગોપાલભાઈ મકવાણા,રતનબેન વેગડ,આસી.કમિશ્વર શાહ સાહેબ તેમજ મુખ્ય અતિથિ શ્રી નાઝીનભાઈ કાઝી એ બાળકોને આવકારી પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું.કાર્યક્રમના અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ રાઠોડ પ્રગતિ અને ગોહેલ જલ્પેશે કર્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.