કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રવેશોત્સવની અનેરી ઉજવણી

35

૩૦ થી વધુ નેત્રહીન બાળકોએ પ્રવેશ મેળવ્યો
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં નવા શૈક્ષણિક સત્રનાં પ્રારંભે ભવ્ય પ્રવેશોત્સવની ઉજવણી જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનાં પ્રતિનિધિ ભગીરથસિંહ ચુડાસમા તેમજ તખ્તેશ્વર વોર્ડનાં નગરસેવકોની વિશેષ ઉપસ્થિતિમાં બપોરનાં ૧૨ઃ૦૦ કલાકે યોજાયો હતો. શાળાનાં પટાંગણમાં નવા પ્રવેશ પામેલ ૩૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ બાળકોનું કુમકુમ તિલક અને ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાનાં માનદ મંત્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનાં પ્રતિનિધિ ભગીરથસિંહ ચુડાસમાએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. ઉપસ્થિત નગરસેવક ભરતભાઈ બારડે સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી હતી. આ પ્રસંગે સંસ્થાનાં જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ પ્રવેશ પામેલ બાળકોને ભાવી શૈક્ષણિક વિકાસ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાનાં આચાર્યશ્રી નીતાબેન રેયાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ શ્રી મુકેશભાઈ બાવળીયાએ કરી હતી.

Previous articleવીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર શહેરમાં આજે એક સાથે ૧૫ કોરોનાનો નવા કેસ નોંધાતા ફફડાટ