,તા.૨૨
ઇગ્લેન્ડ જતા પહેલા વિરાટ કોહલી કોરોનાનો શિકાર બન્યો હતો. હકીકતમાં આઇપીએલ બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે રજાઓ ગાળવા માલદીવ ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તે આ મહામારીની ઝપેટમાં આવી ગયો હતો. સમાચાર અનુસાર, વિરાટ કોહલી હવે તેમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. એક સૂત્રએ કહ્યું કે જી હા વિરાટ કોહલી પણ રજાઓમાંથી પરત ફર્યા બાદ આ મહામારીની ઝપેટમાં હતો, પરંતુ તે હવે સ્વસ્થ થઈ ગયો છે. વિરાટ કોહલીએ હવે ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમો ૧ થી ૫ જુલાઈ દરમિયાન એજબેસ્ટન ખાતે ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ રમવાની છે. ભારતીય શિબિરના બાયો-બબલમાં કોરોના વાયરસ પ્રવેશ્યા બાદ ગયા વર્ષે મેચ રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં પહેલાથી જ ૨-૧થી આગળ છે. જો રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ પણ આ મેચ ડ્રો કરાવવામાં સફળ રહેશે તો ભારત શ્રેણી પર કબજો કરી લેશે. ગયા વર્ષે વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. હવે ટીમની કમાન રોહિતના ખભા પર છે.
Home Entertainment Sports વિરાટ કોહલી કોરોના પોઝિટિવ, ઈંગ્લેન્ડ ટુર પર જતા પહેલા રિપોર્ટ કરાવ્યો હતો