બોલીવુડ ના યુવાન સ્ટાર્સ કાર્તિક આર્યન અને ડાયાના પેન્ટી અમદાવાદમાં ઈસ્કોન એમ્પોરીયા ખાતે H&M ના પ્રથમ સ્ટોરના ઉદ્ઘાટન સમારંભમાં જોડાયાં હતાં. આશરે ૮૦૦ શોપર્સ અને ફેશન ચાહકો એ સ્ટોરના નવા કલેકશનનો લાભ લેવા માટે કતાર લગાવી હતી.
H&M મેન્સ કલેકશન માં પ્રિન્ટેડ ટીશર્ટની સાથે શર્ટની પેરના પોષાકમાં આવેલા કાર્તિક આયર્ને જણાવ્યું કે “મારા માટે આ એક ખાસ સાંજ છે. અમદાવાદમાં H&M સ્ટોરના ઉદઘાટન પ્રસંગે હાજરી આપતાં હું રોમાંચ અનુભવું છું. સ્ટોરના ઈન્સપાયરીંગ કલોકશનથી શહેરના ફેશન લવર્સને પસંદગીનાં વસ્ત્રો ઉપલબ્ધ થશે. ”
H&M કન્ટ્રી મેનેજર જેન ઈનોલીયાએ જણાવ્યું કે ” H&M અમદાવાદમાં ઉત્તમ કીંમતે ફેશન અને ક્વોલિટી રજૂ કરવાનુ સાતત્ય જાળવતાં આનંદ અનુભવે છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહકોને પેશનનો આ અનોખો અનુભવ જરૂર ગમશે. ”
ૐશ્સ્ ના અમદાવાદ સ્ટોરના પ્રારંભ પ્રસંગે હાજર રહેલી ડાયાના ૐશ્સ્નું ફ્રીલ ટોપ અને પ્રિન્ટેડ ત્રોસર પહેરીને આવી હતી. સ્ટોરના પ્રારંભ ડીજે ના સંગીતથી થયો. આજે અહી અનેક લોકો સ્થળ ઉપર ડાન્સ અને ફેસન સ્પર્ધામાં સામેલ થવા ઉભા હતા. સ્ટોરનો સ્ટાફ અને ગ્રાહકો પણ કાર્તિક અને ડાયાના સાથે નૃત્યમા જોડાયા ત્યારે ઉર્જાનું એક નવું જ ઉંચુ સ્તર જોવા મળ્યું હતું. જેન ઈનોલા, કન્ટ્રી મેનેજર, એરિયા મેનેજર મિક્કો આટાલીયો, અને સ્ટોર મેનેજર પૂર્તિ નેવાગીએ સ્ટોરના પ્રારંભ પ્રસંગે રીબન કાપીને ગ્રાહકોને સ્ટોરમાં આવકાર્યા હતા. પ્રથમ ૩ ફેશન ચાહકોને અનુક્રમે રૂ. ૧૦,૦૦૦, રૂ. ૭૦૦૦ અને રૂ. ૫,૦૦૦ની કિંમતનાં ગીફટ કાર્ડ અપાયાં હતાં. એ પછી કતારમાં ઉભેલા ૨૦૦ લોકોને રૂ. ૨૦૦ની કીંમતનાં ગીફટ કાર્ડ અપાયાં હતાં. ૐશ્સ્નું નવું સ્થળ ૧૫,૫૦૦ ચો.ફૂટ વિસ્તારમાં પથરાયેલુ છે અને ૩ માળના આ સ્થળે પુરૂષો,મહિલાઓ અને બાળકો માટે વસ્ત્રો અને ફેશન એસેસરીઝની સંપૂર્ણ શ્રેણી ઉપલબ્ધ છે. રોજેરોજ સ્ટોરમાં નવી ચીજોનું આગમન થાય છે. આ સ્ટોરતેની ગાર્મેન્ટ કલેકશનની પહેલચાલુરાખશે, જેમાં ગ્રાહકો તેમનાં વપરાયેલાં કપડાનું રિસાયકલીંગ દાન કરી શકશે અને તેમની H&M ખાતેની હવે પછીની ખરીદી માટે ડીસ્કાઉન્ટ વાઉચર મેળવશે. આ સ્ટોર ૨૮મી મેના રોજ ૧૧ થી ૧૨ સુધી અને તે પછી સવારના ૧૧ થી રાતના ૧૦ સુધી ખુલ્લો રહેશે.