ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે દૈનિક બે ઇન્ટરસિટી ટ્રેન દોડાવવા દરખાસ્ત

21

મંજૂરી અર્થે બોર્ડમાં દરખાસ્ત મોકલાઇ, મંજૂરીની મ્હોર લાગશે તો કાયમી બે ટ્રેન મળશે
ભાવનગર ગાંધીગ્રામ વચ્ચે દૈનિક ધોરણે ઇન્ટરસિટી ટ્રેન દોડાવવા ભાવનગર રેલવે દ્વારા હેડ ક્વાર્ટરમાં દરખાસ્ત તૈયાર કરીને મોકલલાઇ હોવાનું જાણવા મળ્યું છે. દરખાસ્ત મંજુર રહેશે તો ભાવનગર ગાંધીગ્રામ અમદાવાદ વચ્ચે દૈનિક બે ટ્રેન મળી રહેશે. ખાસ કરીને દરખાસ્ત મોકલાઇ છે ત્યારે ભાવનગરની નેતાગીરી આ દરખાસ્તને મંજૂર કરાવામાં શું કરી શકે છે તે જોવું રહ્યું !
ભાવનગર રેલવે ડિવિઝન તળેના બોટાદ-ગાંધીગ્રામ (અમદાવાદ) વચ્ચે મીટરગેજમાંથી બ્રોડગેજ લાઇન પરિવર્તિત કરવામાં આવ્યા બાદ બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે દૈનિક બે લોકલ ટ્રેન ફાળવવામાં આવી હતી. પરંતુ ભાવનગરનો ઉલ્લેખ કરાયો ન હતો. હવે ભાવનગર-ગાંધીગ્રામ (અમદાવાદ) વચ્ચે દૈનિક બે ટ્રેન ચલાવવાની દરખાસ્ત મોકલવામાં આવી છે. ભાવનગરથી વહેલી સવારે ૫ વાગે ટ્રેન ઉપડી અને ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ સવારે ૧૦ કલાકે પહોંચી શકે. બીજી ટ્રિપ ભાવનગરથી સાંજે ૪.૩૦ કલાકે ઉપડી અને ૯.૩૦ કલાકે અમદાવાદ પહોંચી જાય તેવી દરખાસ્ત છે. ગાંધીગ્રામ (અમદાવાદ)થી સવારે ૭ વાગે ઉપડી અને ભાવનગર ૧૧.૩૦ કલાકે પહોંચે તે રીતે, અને બીજી ટ્રિપ સાંજે ૬.૧૫ કલાકે ઉપડી અને રાત્રે ૧૧.૩૦ કલાકે ભાવનગર પહોંચી શકે તેવી દરખાસ્ત છે.

Previous articleબે દિવસમાં ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Next articleઅધેલાઇ નજીક ટ્રક – ટેક્ટરનો અકસ્માત થતા યુવાનનું મોત