પીપાવાવના આંદોલન કારીઓની ભુમાફીયા પાસેથી ગામની જમીન છોડવવા ડેપ્યુટી કલેકટર ડાભી, મામલતદાર દ્વારા શરતભંગ કરી જીંગા ફાર્મ બનાવી દેતા ૧૮ ભુમાફીયા તેમજ ૮ ભુમાફીયાઓએ કરેલ જમીન દબાણો દુર કરવા જીલ્લા કલેકટર થ્રુ આદેશથી તમામ સામે નોટીસો ફટકારાઈ હવે સ્થાનિક ગામ લોકો સહકાર આપે. ડેપ્યુટી કલેકટર ડાભીની ભુમાફીયા સામે લાલ આંખ.
પીપાવાવથી ૩૧ ગામના લોકો આજે ૩૧ દિવસથી પોતાના ગામની જમીન મજુરોની રોજી રોટી છીનવીને ધરાર ઘણી થઈ બેઠેલા ભુમાફીયા સામે મામલતદાર કોરડીયાથી લઈ ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા પીપાવાવ, ભેરાઈથી આજુબાજુના વીસ્તારની સ્થળ તપાસ કરતા ભુ માફીયાએ કરેલ શરતભંગ અને દબાણોનો પર્દાફાશ થયો છે. જેમાં ૧૮ ભુમાફીયાઓએ મીઠુ પકવવા રાખેલ ભાડા પેટે જમીનમાં મીઠુ પકવવાના બદલે જીંગા ફાર્મ બનાવી શરત ભંગ કરેલ છે. અને તે મીઠુ પકવવા આપેલ લીઝ ર૦૧૧માં પણ પુરી થઈ ગયેલ છે તો પણ જમીન ખાલી ન કરી મીઠુ પકવવાના હોત તો તો ગરીબ મજુરોની રોજીરોટી પણ ચાલ્યા કરત અને મજુરોને છેક દહેજ સુધી પોતાના બાળકોનું અભ્યાસ બાબતે ભવિષ્ય બગાડી જવું ન પડત અને મીઠુ પકવવાના બદલે જીંગાફાર્મ બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવી દીધો તેમજ ઉપરાંત આઠ ભુ માફીયાઓએ કરેલ બીન કાયદે દબાણ તેવા દબાણકારોને ડેપ્યુટી કલેકટર દ્વારા નોટીસ ફટકારવામાં આવી તેવી ગેરકાયદે જમીનોના માલિક થઈ બેઠલ હોથીબહેન સામત પોસે (૪ હેકટ) દેવાતભાઈ લાખાભાઈ મકવાણા પાસે (૪ હેકટર) કાળાભાઈ મુળુભાઈ વાઘ પાસે (૪ હેકટર) ચતુરભાઈ લાલજીભાઈ ગુજરીયા પાસે (૩ એકર) ભાણાભાઈ મોહનભાઈ તથા માલદેભાઈ પાસે (૧૦પ એકર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજા હજુ અન્ય ત્રણ દબાણકારો દ્વારા કરેલ દબાણ અંગે તે જમીનોની હાલ માપણી કરવામાં આવી રહી છે. તેમજ દબાણકારોની નોટીસો સંદર્ભે ત્રણ દબાણકારો પાસેથી ભાડું તથા દંડ વસુલવા માટે સુનાવણી થઈ ચુકી છે.
બાકીના તમામ ભુ માફીયાની જમી માંપણીના રીપોર્ટ સાથે સુનાવણી હાથ ધરવામાં આવશે. જે ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા વધુમાં જણાવ્યું છે કે અમો પીપાવાવ ગામથી લઈ દરીયાકાંઠાના ગરીબ મજુરો પીરવારો સાથે જ છીએ પણ લીગલી કાર્યવાહીમાં ગામ લોકોનો સાથ અને સહકાર ફરજીયાત છે. રાજકીય લોકોને રાજકારણ કરવું છે. અમારે જનતા સાથે કાયમ રહેવાનું છે. માટે તમામ ગામોમાં ભુમાફીયાઓએ કરેલ દબાણો હટાવવા સરકારી તંત્ર કટીબધ્ધ થયું છે. ગામના સરપંચથી લઈ ગામ આગેવાનો સામે આવે અને સરકાર તરફથી થતી જમીન માપણીમાં સાથ આપવો ફરજીયાત છે તેમ ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા લીગલી કાર્યવાહી બાબતે લોકો સજાગ થવા જણાવાયું છે. તેની સામે ગામના ખેડુતો મજુરોનું એવું કહેવાનું હતું અને છે કે જીએચસીએલ કંપનીએ ખોટી રીતે જમાવેલ જમીનનો કબ્ઝો તંત્ર દ્વારા છોડવાીને પીપાવાવ ગામ સહિત આજુબાજુના ગામોના ૩૦૦૦ મજુરો મીઠુ પકવવાની કામગીરી કરી પેટનો ખાડો પુરવા ધોમ ધખતા તાપમાં પણ રોજીરોટી મેળવતા હતા જે આ કંપનીના પાપે સદંતર બંધ થઈ ગઈ છે અને મજુરો છેક દહેજ સુધી પેટનો ખાડો પુરવા દર દર ભટકે છે તે માટે તમામ જમીનો ખુલ્લી કરવી શ્રમીકોને આપવી જોઈએ તેવી પણ પીપાવાવ ગામના ખેડુતો મજુરો અને આગેવાનોની માંગ ઉઠવા પામી છે.