ભેસાણ તાલુકાના રૂપાવટી ખાતે કરણીસેનાની બેઠક યોજાઈ

1962

સમસ્ત રાજપુત કાઠી ક્ષત્રિય સહિત ૩૬ શાખાના રાજપુતોની રાષ્ટ્રીય સંગઠન કરણીસેનાની ભેસાણ તાલુકાના વિકમા દરબારગઢ રૂપાવટી ખાતે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીં, પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ શેખાવતના અધ્યક્ષ સ્થાને બહોળી સંખ્યામાં ક્ષત્રીયોની હાજરી સાથે અગત્યની બેઠક કારોબારીની રચના સહિત મળી.

સમસ્ત ૩૬ શાખાના રાજપુતો કાઠી ક્ષત્રિય સહિત ભેસાણ તાલુકાના રૂપાવટી વિકમા દરબારગઢ ખાતે રાષ્ટ્રીય સંગઠન કરણીસેનાની કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્થાને ગુજરાત તેમજ રાષ્ટ્ર લેવલે સંગઠનનું માળખું વધુ મજબુત બને તે બાબતે અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં બાકી રહેલ કારોબારી રચના માટે કાઠી ક્ષત્રિય ગુજરાત તેમજ રાષ્ટ્ર લેવલે તાલુકાઓમાં બાકી રહેલ કારોબારી રચના માટે કાઠી ક્ષત્રિય ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ દિપકભાઈ કાઠી તેમજ સામતભાઈ જેબીયા બોટાદ કરણી સેના રાજુલાના પ્રમુખ અજયભાઈ ખુમાણ જેવા કાઠી ક્ષત્રિયના મહાનુભાવોને આમંત્રીત કરનાર અને મુખ્ય આયોજક રૂપાવટી વિકમાં દરબાર દેવકુભાઈ ઓઢાભાઈએ બાબભાઈ ખુમાણ ચાવંડ બદરૂભાઈ જેબલીયા, ઘુઘાભાઈ કોટડા,નાજીબાપુ મેંદરઢડા, પ્રતાપભાઈ બસીયા ગઠથા, જયરાજભાઈ વિકમા, સામાજીક કાર્યકર હરેશભાઈ ખાચર પ્રદેશ સંગઠન મંત્રી તરીકે નિમણુંક તેમજ જુનાગઢ જિલ્લા કરણીસેના પ્રમુખ તરીકે સુરાભાઈ વિકમાંની સર્વસંમતિથી નિમણુંક કરવામાં આવી ભારત વર્ષ રાષ્ટ્ર માટે ૩૬ શાખાના રાજપુતો માં ભોમને ખાતર બલીદાનો દેતા આવ્યા છે અને મા ભોમને જયારે જરૂર પડ્યે ભલે અમોએ રજવાડા થોઢડા ઘણા નહીં પ૬ર રજવાડાને એક રાષ્ટ્ર અખંડ ભારત બનાવવા પ્રેમથી આપી દીધા છે અને તે પ૬ર રજવાડામાં કોઈ વિધર્મીઓ કે અખંડ ભારતને તોડવાની વાત આવે ત્યારે અમો ક્ષત્રિયો એના એજ છીએ કરણીસેનાની સ્થાપના રાષ્ટ્ર ભકિત માટે જ કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા જસુકભાઈ ડાંગર, ભાભલુભાઈ ટપુભાઈ સરંભડા, ઉમેદભાઈ બસીયા, બહાદુરભાઈ માંજરીયા,  ખોડુભાઈ લાલુ હરેશભાઈ કામળીયા, સુરાભાઈ પાદરગઢ સહિત કાઠી ક્ષત્રિય સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો હાજર રહી પ્રસંગ ઈતિહાસિક બનાવી દીધો હતો.

Previous articleપીપાવાવ સહિતના ગામોમાં શરતભંગ કરી દબાણ કરનાર આંઠ ભૂ માફીયાઓને નોટીસ
Next articleપ્રગતિશીલ ખેડુતો પાસેથી અન્ય ખેડુતોને શીખ મળવી જોઈએ : કેન્દ્રીયમંત્રી માંડવીયા