૨૫ જૂન ૧૯૭૫ થી ૨૧ માર્ચ ૧૯૭૭ એ એકવીસ મહીનાઓ સુધીનો સમય ભારતીય ઇતિહાસમાં સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે. તત્કાલીન વડાપ્રધાન સ્વ. શ્રી ઇન્દિરા ગાંધીની સલાહ પ્રમાણે તત્કાલીન રાષ્ટ્રપતિ સ્વ. ફખરુદ્દીન અલી અહમદે ભારતીય સંવિધાનની ૩૫૨ ધારા અંતર્ગત કટોકટી કાળ (આપાતકાળ)ની ઘોષણા કરી હતી. આ ધારા થકી નાગરિકોના મૂળભૂત હકકોનું હનન થયું અને લોકશાહી જોખમમાં આવી ગઈ. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રત્યેક ૨૫ જૂનના રોજ કટોકટીના એ કાળા દિવસ યાદ કરવામાં આવે છે. ગત તારીખ ૨૫ જૂન ૨૦૨૨ અને શનિવારના રોજ કટોકટીના એ કાળા દિવસોની યાદમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળજી ભવન કાર્યાલય ખાતે સવારે ૧૧-૩૦ કલાકે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડો. યગ્નેશભાઈ દવેએ કટોકટીના એ કાળા દિવસો બાબતે પ્રેસને સંબોધેલ, તેમજ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ ડો. રાજીવભાઈ પંડ્યાએ પણ સંક્ષિપ્તમાં માહિતી આપેલ, આ કાર્યક્રમમાં મહામંત્રીશ્રીઓ અરુણભાઈ પટેલ, ડી,બી. ચુડાસમા, સૌરાષ્ટ્ર સંભાગના મીડિયા કન્વીનર સુરેશભાઇ માંગુકિયા ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર, સહકન્વીનર તેજસભાઈ જોશી તેમજ ત્રણેય ઝોનના કન્વીનર ભાવેશભાઈ કોટેચા, દર્શનભાઈ ત્રિવેદી, આગમભાઇ શાહ સહિત નગરના તમામ વોર્ડ અને સેલ-મોરચાના કન્વીનરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉપડેલ તેમ ભાવનગર શહેર મીડિયા વિભાગની યાદી જણાવે છે.