રથયાત્રા સંદર્ભે મહાપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને મળી એકતા સમિતિની બેઠક

11

રથયાત્રા શાંતિપૂર્ણ, એખલાસભર્યા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટેનું મનોમંથન
ભાવનગર ખાતે આગામી તા.૧ લી જુલાઈના રોજ યોજાનાર ગુજરાત રાજ્યની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગર એકતા સમિતિની બેઠક ભાવનગરના મેયર અને રથયાત્રા સમિતિના અધ્યક્ષ કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર કુણાલભાઈ શાહ, કમિશ્નર યોગેશ નિરગુડે, સભ્ય બાબુભાઇ સોલંકી, હરેશભાઇ પરમાર, મહંમદ ઇકબાલભાઇ પરીયાણી, ડો.પ્રતિજ્ઞાબેન ત્રિવેદી, જયેન્દ્રભાઇ દવે તથા સભ્ય સચિવ અને નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય-મથક) ડી.ડી.ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં.
શહેરમાં શાંતિ,એકતા અને સદભાવના દ્રારા કોમવાદ, જ્ઞાતિવાદ જેવા દૂષણોથી દૂર રહી શહેરમાં યોજાનાર રથયાત્રા શાંતિપૂર્ણ રીતે એખલાસ, સદભાવ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાય તે માટેનું મનોમંથન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું. શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરા મુજબ શાંતિ અને ભાઇચારાની ભાવનાથી ધર્મમય અને આનંદમય વાતાવરણમાં ઉજવે તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ કમીટી શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ,જ્ઞાતિઓના સભ્યોની બનેલી છે અને તેઓ શહેરમાં વિશાળ વર્ગ સાથે સંપર્ક ધરાવતા હોય, તેઓ તેમની આસપાસના વિસ્તારોના લોકો કોમી એખલાસની ભાવનાથી આનંદપૂર્વક તહેવારો ઉજવે તેવી સૌને અપીલ કરી છે.

Previous articleશેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક, સપાટી ૨૧,૦૩ ફૂટે પહોંચી
Next articleરથયાત્રા મહોત્સવ સમિતિના સભ્યોનું પોલીસ દ્વારા બહુમાન