રથયાત્રા મહોત્સવ સમિતિના સભ્યોનું પોલીસ દ્વારા બહુમાન

23

ભાવનગર પોલીસ દ્વારા પોલીસ કોન્ફરન્સ ખાતે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના ટ્રસ્ટીઓના બહુમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ બહુમાન કાર્યક્રમમાં આઇ.જી. અશોક કુમાર યાદવ, એસ.પી. ડૉ.રવિન્દ્ર પટેલ, એએસપી. સફીન હસન, એ.એમ.સૈયદ, નાયબ પોલીસ અધિક્ષક જી્‌/જીઝ્ર ઝ્રીઙ્મઙ્મ એ.એમ. સૈયદ, ડી.ડી.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક, તથા ભાવનગર શહેર પો.સ્ટે.ના તમામ થાણા અધિકારીઓ હાજર રહેલ. જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા છત્રીસ વર્ષથી સફળ આયોજન કરવામાં આવે છે, જેમાં અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા, ઉપાધ્યક્ષ અનિરુદ્ધસિંહ ગોહિલ, મહામંત્રી મનસુખભાઇ પંજવાણી, મંત્રી કરશનભાઇ વસાણીનું પોલીસ મહાનિરીક્ષક ભાવનગર દ્વારા, તેમજ ફાઉન્ડર મેમ્બર ક્રાંતિબેન ભટ્ટ, સભ્ય કૌશિકભાઇ ચાંદલીયા, તથા પાર્થ હરૂભાઇ ગોંડલીયાનું એસ.પી. ડૉ. રવિન્દ્ર પટેલ દ્વારા તથા વિશાલભાઇ ત્રિવેદી, હરેશભાઇ ચાવડાનુ એએસપી સફીન હસન,દ્વારા સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવેલ હતું તથા રથયાત્રા દરમ્યાન કોમી એખાલસતા જળવાઇ રહે અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ કરવામાં આવે તે માટે અશોક કુમાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું તેમજ રથયાત્રા દરમ્યાન સારૂ ડેકોરેશન, શિસ્તતા, નવિનતા તથા સમાજમાં સારો સંદેશ આપનાર ત્રણ ફ્લોટ્‌સને ઇનામ આપી પોલીસ મહાનિરીક્ષક દ્વારા સન્માનિત કરવામાં આવશે.

Previous articleરથયાત્રા સંદર્ભે મહાપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને મળી એકતા સમિતિની બેઠક
Next articleભાવનગર શહેરમાં આજે એક સાથે ૩૩ કોરોનાના નવા કેસ નોંધાયા