કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે પ્રગતિશીલ ખેડુતો પાસેથી અન્ય ખેડૂતોને શીખ મળવી જોઈએ. અહીં તેઓનો ખેડુતો સાથે સંવાદ યોજાયો હતો.
કેન્દ્રીય રાસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આવતા દિવસો ખેતિના આવી રહ્યા છે. જો કે તેમાં હાલની પધ્ધતિ કરતા વૈજ્ઞાનિક ઢબે ખેતિ થઈ રહી હશે જેમાં વિજાણુ પધ્ધતિથી ખેતી થઈ શકતી હશે આ ખેતી આપણા ઉચ્ચ અભ્યાસ કરેલા સંતાનો કરીર રહ્યા હશે તેમ જણાવ્યું. પ્રગતિશીલ ખેડૂતો પાસેથી અન્ય ખેડુતોને શીખ મળવી જોઈએ માત્ર સરકારી સહાય મળવાથી નહિં પરંતુ આયોજન બંધ અને સાથે પરિશ્રમ પણ આવશ્યક છે તેમ ઉમેર્યું માંડવિયાએ કૃષિ પાક પેદાશો ઉત્પાદન કરવા સાથે વિશ્વમાં વેચાણ પ્રક્રિયામાં પણ ખેડૂતોને જોડવા પર ભાર મુકયો. કેન્દ્ર સરકારના કૃષિ વિકાસ લક્ષી આગામી આયોજનો અને યોજનાઓ અંગે વાત કરી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા નિગમભાઈ શુકલના સંયોજન સાથેના આ સંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોને વિગતો અપાઈ હતી. ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા, લોકભારતીના વડા હસમુખભાઈ દેવમુરારી, આત્મ યોજનાના બાબતણિયા, મદદનિશ ખેતિ નિયામક ધાનાણી, નાયબ પશુપાલન નિયામક પટેલ, બાગાયત અધિકારી ચૌહાણ, ગ્રામસેવક જિજ્ઞાબેન સાંખડ વિગેરે દ્વારા સુંદર સંકલન રહ્યું.