મારામારીના ગુનામાં અગાઉ પકડાયેલ વિઠ્ઠલવાડીના શખ્સને તડીપાર જાહેર કરાયો

916

શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતો શખ્સ અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલ હોય જે બાબતે નિલમબાગ પોલીસે જિલ્લા મેજીસ્ટ્રેટને તડીપાર કરવા માટેની દરખાસ્ત આપતા મેજીસ્ટ્રેટે ત્રણ માસ માટે જિલ્લામાંથી તડીપાર કરવા હુકમ કર્યો છે.

આજરોજ પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીએ નિલમબાગ પો.સ્ટે વિસ્તારમાં મિલ્કત સબંધીત તથા મારામારીનાં ગુન્હાઓ બનતા અટકાવવા સુચના તથા માર્ગદર્શન આપેલ તે સુચના માર્ગદર્શન અન્વયે ભાવનગર વિઠ્ઠલવાડી ખાતે રહેતા અને અગાઉ મારામારીનાં ગુન્હાઓમાં પકડાયેલ રવિરાજસિંહ કરણસિંહ જાડેજા ઉ.વર્ષ ૨૮ રહે વિઠ્ઠલવાડી ભાવનગરવાળાનાં વિરૂધ્ધ નિલમબાગ પો.સ્ટે.ના પો.ઇન્સ. દ્રારા તડીપાર દરખાસ્ત તૈયાર કરી મંજુરી માટે મોકલી આપવામાં આવતા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ભાવનગરનાઓ દ્રારા શખ્સને ત્રણ માસ માટે ભાવનગર જીલ્લામાંથી હદપાર કરવાનો હુકમ કરતા આ હદપાર કરેલ ઇસમ રવિરાજસિંહ કરણસિંહ  જાડેજા ઉ.વર્ષ ૨૮ને આજરોજ હુકમની બજવણી કરી ભાવનગર જીલ્લામાંથી હદપાર કરવામાં આવેલ.

આ કામગીરીમાં નિલમબાગ પો.સ્ટેના પો.ઇન્સ કે.જે રાણા તથા ડી.સ્ટાફનાં યુવરાજસિંહ ગોહિલ, પો.કો. હારીતસિંહ ચૌહાણ, પો.કો.જીગ્નેશ મારૂ, પો.કો. અનિલભાઈ મોરી, પો.કો.હિરેનભાઇ મહેતા તથા અન્ય પોલીસ સ્ટાફ જોડાયા હતા.

Previous articleપ્રગતિશીલ ખેડુતો પાસેથી અન્ય ખેડુતોને શીખ મળવી જોઈએ : કેન્દ્રીયમંત્રી માંડવીયા
Next articleટ્રાન્સપોર્ટ એસો. દ્વારા RTOને ઘેરાવ