ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાંથી તૈયાર કરવામાં આવેલ નવી મતદાર યાદી પ્રસિધ્ધ કરી છે. જેમાં નવા ઉમેરાયેલા મતદારો તથા સ્ત્રી-પુરૂષોનો આંક સામેલ કર્યો છે.
ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર હર્ષદભાઈ પટેલએ કલેક્ટર કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તા.૧-૧-ર૦૧૭ના રોજ શરૂ કરવામાં આવેલ. મતદાર યાદી સુધારણા અને નવી જાહેર કરેલ મતદાર યાદી સંબંધી માહિતીઓ આપી હતી એ સાથે નવા નોંધાયેલ મતદારો તથા સ્ત્રી-પુરૂષોની કુલ સંખ્યા જાહેર કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.૧-૭ થી ૩૧-૭ દરમ્યાન ૧૪૯૧ર પુરૂષ મતદારો, રરપપ૬ સ્ત્રી મતદારો સહિત અન્ય ૪ મતદારો નોંધાવા પામ્યા છે. પ૭૪૬ પુરૂષો અને ૭૩૪૬ સ્ત્રી મતદારોનો ઘટાડો થવા પામ્યો છે. આમ જિલ્લામાં કુલ ૮૪૮૮રર પુરૂષ મતદારો, ૭૭૭૦૦૧ સ્ત્રી મતદારો તથા ર૯ અન્ય મતદારો મળી કુલ ૧૬,રપ,૮પરનો આંક થવા પામ્યો છે. આ અગાઉ ૧૬૦૧૪૭ર હતા. જેમાં ર૪૩૮૦ મતદારો ઉમેરાયા છે. જેન્ડર રેશીયો ૯૦૭ હતો જે મતદાર સુધારણાયાદી બાદ ૯૧પનો થયો છે. ઈ.પી. રેશીયો ૬૪.૭૬ ટકા હતો જે વધીને ૬પ૭૬ ટકા થયો છે. જિલ્લામાં કુલ ૧૮રર પોલીંગ સ્ટેશન અને ૧૮રર બી.એલ.ઓ બુથ પણ છે. તમામ મતદારોને એપીક કાર્ડ આપવામાં આવ્યા છે.
આ યાદી સાથોસાથ વીવીપેટ મશીનનું મોકડ્રીલ પત્રકારો સમક્ષ કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર એચ.આર. પટેલ, જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, નાયબ મામલતદાર કાકલોતર સહિતનો અધિકારીગણ ઉપસ્થિત રહ્યો હતો.