ગુજરાતના રમખાણોને હંમેશા રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા

10

લોકતંત્રમાં મોદીજીએ સંવિધાનનું આદર કેવી રીતે કરવુ તે એક ઉદાહરણ છે, મારી પણ ધરપકડ થઈ હતી, કોઈ ઘરણા થયા હતા : અમિત શાહ
અમદાવાદ,તા.૨૫
સુપ્રીમ કોર્ટ દ્વારા જાકીયા જાફરીની અરજી આખરે ફગાવી દેવામાં આવી હતી. પૂર્વ કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના પત્ની જાકીયા જાફરી સીટ અને તત્કાલીન મુખ્યમંત્રી સહિત અનેક લોકોની આ તોફાનોમાં સંડોવણી હોવાની અને સીટ દ્વારા તેમને છાવરવામાં આવ્યા હોવાના મુદ્દે વર્ષોથી કોર્ટમાં લડત આપી રહ્યા હતા. જો કે ગત્ત સુનાવણી દરમિયાન તેમણે જ પોતાના નિવેદનમાં મોટુ પરિવર્તન કરતા આખરે સુપ્રીમ કોર્ટે અરજીને ડિસમિસ કરી દીધી હતી. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મુદ્દે વાત કરી. એ વખતે શુ થયુ હતું તે જણાવ્યું. અમિત શાહે ૨૦૦૨ ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય આવ્યા બાદ પીએમ મોદીના સંઘર્ષ પર વાત કરી. અમિત શાહે કહ્યું, ગુજરાતના રમખાણોને હંમેશા રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા. મેં પીએમ મોદીનુ દર્દ નજીકથી જોયુ છે. તેમણે આ પર ચૂપચાપ વર્ષોથી હુમલા સહન કર્યાં. તેમણે કહ્યુ કે, લોકતંત્રમાં મોદીજીએ સંવિધાનનું આદર કેવી રીતે કરવુ તે એક ઉદાહરણ છે. મારી પણ ધરપકડ થઈ હતી. કોઈ ઘરણા થયા હતા. આટલી લડાઈ બાદ સત્ય વિજયી થઈને બહાર આવે તો સોના કરતા વધુ ચમકે છે. જે લોકોએ આરોપ લગાવ્યો હતો તેમની અંતર આત્મા છે તો મોદી અને ભાજપની ક્ષમા માંગવી જોઈએ. રમખાણ મોટિવેટેડ હતા, અને મુખ્યમંત્રીનો હતો એવો આરોપ હતો. રમખાણ થયા હતા તે વાત સાચી છે. અમારી સરકારે ક્યારેય મીડિયાના કામમાં દખલ કર્યુ નથી. પરંતુ તે સમયે ઈકો સિસ્ટમ બની હતી, તેણે એક જૂથના વિવાદને જનતા સામે મૂક્યા. તેની ઈન્ફ્લુઅન્સમાં અનેક લોકો આવ્યા. એસઆઈટીનો ઓર્ડર કોર્ટનો ન હતો. એક એનજીઓએ એસઆઈટીની માંગ કરી હતી. અમારી સરકારને કંઈ છુપાવવુ ન હતુ તે તેથી એસઆઈટી અમને મંજૂર હતી. એનજીઓની માંગ પર એસઆઈટી બેસી હતી. આજે જજમેન્ટથી નક્કી થયુ કે, જજમેન્ટના પોલીસ ઓફિસર, એનજીઓ અને કેટલાક પોલિટિકલ એનજીઓનુ નામ છે. એસઆઈટીની ટીમે સ્પષ્ટ કર્યુ કે, સનસની ફેલાવવા ખોટુ ફેલાવવામાં આવ્યું. ખોટા સબૂત બનાવાયા. એસઆઈટીને જવાબ લખાવતા હતા ત્યારે માલૂમ હતુ કે આ ખોટુ સત્ય છે. આજે કોર્ટે સ્પષ્ટ કર્યુ કે, સરકારે રમખાણ રોકવા પ્રયાસો કર્યો હતા. મુખ્યમંત્રીએ વારંવાર શાંતિની અપીલ કરી હતી. ટ્રેન બાળવાની ઘટના બાદ જે રમખાણ બન્યો સુનિયોજિત ન હતા, પણ સ્વકેન્દ્રીત હતા. કારણ કે, સ્ટીંગ ઓપરેશન પોલિટિકલી મોટેવિટેડ હતા.

Previous articleએકનાથ શિંદેએ દરેક ધારાસભ્ય સાથે વન ટૂ વન વાતચીત કરી
Next articleરાજ્યોને જીએસટીમાં વળતરની મુદત વધારીને માર્ચ-૨૬ કરાઈ