ભાવનગર/બોટાદ જિલ્લાના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા ૧૫-ભાવનગર લોકસભા મતવિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય અને બોટાદ સંસદીય મતવિસ્તારને સમાવતી સાંસદ ખેલ સ્પર્ધાનું તા. ૧૮ મી જૂન થી ૨૬ મી જૂન એમ ૯ દિવસ સુધી આયોજન કરવામાં આવેલ, જેમાં દેશી અને વિસરાતી જતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૬-૦૬-૨૦૨૨ અને રવિવારના રોજ આ સાંસદ ખેલ સ્પર્ધાની ફાઇનલ ભાવનગર શહેર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાઈ હતી. આ સાંસદ ખેલ સ્પર્ધામાં વિવિધ ૮ રમતોમાં ૧૦ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સિદસર ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલાં સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે આ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સંસદીય મતવિસ્તારોમાં યોજાયેલી આ સ્પર્ધાએ વિસરાયેલી, સ્વદેશી અને દેશી રમતોનો સમાવેશ કરીને તેને ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ દ્વારા રાજ્ય અને દેશના અનેક ખેલાડીઓએ રમત ગમત ક્ષેત્રે આગવું નામ બનાવ્યું છે ત્યારે આ સાંસદ ખેલ સ્પર્ધા પણ એ બાબતે ઉપયોગી થશે, આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી આર.સી. મકવાણા, અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ પણ સ્પર્ધા માટે પોતાનો મત પ્રકટ કર્યો હતો. આ સાંસદ ખેલ સ્પર્ધામાં ખોખો, વોલીબોલ, સંગીત ખૂરશી, ગોળા ફેક, રસ્સા ખેંચ અને દોડ એમ ૬ રમતો અને ભાવનગર ખાતે સ્વિમિંગ અને બોટાદ ખાતે રેસલિંગ મળી કુલ ૮ રમતોમાં ૧૦,૧૬૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી આજે તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા થયેલા ૧,૫૬૩ વિદ્યાર્થીઓ ફાઇનલમાં તેમની પ્રતિભા બતાવી હતી. આ સ્પર્ધામાં ભાવનગર શહેર/જિલ્લા અને બોટાદ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો, ભાવનગર શહેરના તમામ વોર્ડના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સદસ્યો, યુવા મોરચા અને મહિલા મોરચા સહિત તમામ સેલ મોરચાના હોદ્દેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નશીલ રહીને ઉપસ્થિત રહ્યા હતા તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.