રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા સિહોર ખાતે ભવ્ય બાઇક રેલી તથા ક્ષત્રિય સ્વાભિમાન મહાસભાનું આયોજન કરાયું

23

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુ ને વધુ ક્ષત્રિયો ને પ્રતિનિધિત્વ મળે એ હેતુ થી સમગ્ર રાજ્યમાં રેલીઓ અને મહાસભાઓ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અનુસંધાને ભાવનગર જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા શનિવારના રોજ કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી, ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સિહોરના વળાવડ ફાટક થી દાદા ની વાવ સુધી વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રીય સમાજના યુવાનો આશરે ૧૦૦૦ કરતા વધુ બાઇક તથા ૧૫૦ જેટલી મોટરકાર સાથે હાજર રહી શિસ્તબદ્ધ રીતે કેસરિયા સાફામાં રેલીમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ બંધન પાર્ટી પ્લોટ ખાતે રાજપૂત સમાજના આગેવાનો ની ઉપસ્થિતિ માં મહાસભા યોજાઈ હતી, જેમાં સમગ્ર ક્ષત્રિયો ને એક થવા અપીલ કરવામાં આવી હતી. આ તબક્કે કરણીસેના દ્વારા ગુજરાતની આગામી વિધાનસભામાં ક્ષત્રીય સમાજને ૪૦ જેટલી ટિકિટોની માંગ પણ રાજકીય પક્ષો ને કરવામાં આવી હતી. જે રાજકીય પક્ષો ક્ષત્રિયો ને યોગ્ય માન સન્માન આપશે એમને જ કરણીસેના સંગઠન ટેકો આપશે એવી જાહેરાત પણ કરવામાં આવી. રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના તેજાબી વક્તવ્ય થી યુવાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા અને બધાએ ક્ષત્રિય સમાજમાં એકતા અને ભાઈચારો જાળવી રાખવા શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલન માટે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના ભાવનગર જિલ્લા તથા ભાવનગર શહેર ના હોદેદારો તથા કાર્યકર્તાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમની સફળતા માટે ક્ષત્રિય રાજપૂત સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleવડાપ્રધાન પ્રેરિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘સાંસદ ખેલ સ્પર્ધાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ભાવનગર ખાતે સમાપન
Next articleનાના નાના ભૂલકાઓને આંગળી પકડી શાળાનાં પ્રાંગણમાં આવકારવતાં રાજ્યમંત્રી આર.સી.મકવાણા