મુંબઇ,તા.૨૬
લોકપ્રિય ટીવી અભિનેત્રી શિવાંગી જોશી આ દિવસોમાં કેપટાઉનમાં છે. તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીના રિયાલિટી શો ખતરોં કે ખિલાડી ૧૨ માં જોવા મળશે. શિવાંગી જોશી કેપટાઉનમાં આ શોના શૂટિંગમાં વ્યસ્ત છે. અત્યાર સુધી શિવાંગી જોષીએ પડદા પર સંસ્કારી દીકરી અને વહુની ભૂમિકા ભજવી છે. લોકોના દિલ જીતી ચૂકેલી નાયરા ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે. શિવાંગી જોશી આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેના તાજેતરના ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું છે કે તેના અભિનયને જોઈને ચાહકોને ખૂબ ગર્વ થશે. આ સાથે અભિનેત્રીએ પોતાના અનુભવો પણ શેર કર્યા છે.એક ઇન્ટરવ્યુમાં, શિવાંગી જોશીએ કહ્યું કે તેણે ખતરોં કે ખિલાડી ૧૨ ના દરેક સ્ટંટને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, ‘આ શોને કારણે મને ચોક્કસપણે ઘણો બદલાવ અનુભવાયો હતો પરંતુ સાથે જ હું ઘણો તણાવ પણ અનુભવું છું. પહેલીવાર દર્શકો મને શોમાં ગ્લિસરીન વગર રડતી જોશે. તમે મને ચીસો પાડતા જોશો. આ વિશે વિચારીને વિચિત્ર લાગણીઓ પણ થાય છે. પરંતુ મને આનંદ છે કે મને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા મળ્યો. અમે બધા સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મને ખાતરી છે કે લોકો તમામ સ્પર્ધકો પર ગર્વ અનુભવશે. શિવાંગી જોશીએ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ પછી કલર્સ ચેનલની બાલિકા વધૂ ૨ માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. જોકે, આ શો અપેક્ષા મુજબ હિટ થઈ શક્યો નહોતો. આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે રિયાલિટી શો બિગ બોસ ૧૬ના મેકર્સ દ્વારા શિવાંગી જોશીનો સંપર્ક કરવામાં આવ્યો છે. શિવાંગી જોશીએ શોની ઓફર ઠુકરાવી દીધી અને ખતરોં કે ખિલાડી ૧૨ પસંદ કરી.