રશિયા-યુક્રેન યુદ્ધ : જીત તરફ આગળ વધી રહ્યા છે પુતિન

7

રશિયન સેનાએ યુક્રેનના સેવેરોડોનેત્સ્ક શહેર પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે : પુતિનની સેનાને મોટી સફળતા
કિવ, તા.૨૬
તારીખ ૨૪ ફેબ્રુઆરીથી ચાલી રહેલા રશિયા-યુક્રેનના યુદ્ધમાં પુતિનની સેનાને મોટી સફળતા મળી છે. રશિયન સેનાએ યુક્રેનના સેવેરોડોનેત્સ્ક શહેર પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે. પૂર્વ યુક્રેન શહેરના મેયરે આ અંગે જાણકારી આપી છે. રશિયન મિસાઈલોએ શનિવારે યુક્રેનના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ હિસ્સાને નિશાન બનાવ્યા. યુદ્ધના મેદાનમાં યુક્રેન માટે આ એકદમ આઘાતજનક સમાચાર છે. યુક્રેનના Severodon શહેરના મેયરે જણાવ્યું કે, શહેર હવે સંપૂર્ણરીતે રશિયાના કબજામાં છે. તેમણે કહ્યું કે જે કોઈપણ પાછળ રહી ગયું છે તે હવે આ વિસ્તારમાં પહોંચી નહીં શકે. અહીં નોંધનીય છે કે યુક્રેનના મારિયુપોલ અને Severodon બાદ હવે રશિયા હજુ વધારે યુક્રેની શહેરો પર કબજો જમાવવા માટે આગળ વધી રહ્યું છે. શરૂઆતમાં મળેલી કેટલીક નિષ્ફળતાઓ પછી યુક્રેનના Severodon શહેર પરના કબજાને રશિયા એક મોટી સફળતારૂપે જોઈ રહ્યું છે.

Previous articleગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકિનારા તરફ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના
Next articleભાવનગર જિલ્લાના માર્ગો ચોમાસાના પ્રારંભે થયા બેહાલ રોડ પર વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું