મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામના મહિલા તલાટી મંત્રી પર ગામમાં રહેતા શખ્સે હુમલો કરી ઈજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, મહુવાના ઉમણીયાવદર ગામમાં રહેતા હાર્દિકભાઈ હકાભાઈ હડીયાએ ડુંગળીના મેડા માટે બાંધકામ કરવાની મંજુરી માંગતી અરજી કરી હતી. જે બાબતે અવારનવાર ગ્રામ પંચાયતની કચેરીએ ધક્કા ખાતા હોય જેમાં આજરોજ હાર્દિકભાઈ ઉશ્કેરાઈ જઈ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન એમ. વળીયા સાથે જીભાજોડી કરી તેની ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ આપતા મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.