સિહોર-ટાણા રોડ બન્યો અતિ બિસ્માર, કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ રોડ પર ફૂટ-ફુટના મોટા ખાડા પડી ગયા
ભાવનગર જિલ્લાને જોડતા માર્ગો બદતર હાલતે હોવાના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, સમગ્ર ગુજરાતમાં કદાચ સૌથી ખરાબ રોડ ભાવનગર જિલ્લાના ગણી શકાય એવી હાલત રોડ-રસ્તાની થઈ છે, હાલ રોડ ઉપર રીપેરીંગના બહાને ખાડા પૂરવા માત્ર મોટા મોટા પત્થરો ઠાલવી તંત્ર સંતોષ માની લે છે અને તેના પરથી વાહનો પસાર થતા થોડા દિવસમાં જ ત્યાં ફરી ખાડા પડી જાય છે, જેથી પરિસ્થિતિ એવી ને એવી જ રહે છે, સિહોર તાલુકાનાં બાયપાસ ટાણા રોડની હાલત અત્યંત ખરાબ બની છે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી રોડ પરથી હજારો વાહન પસાર થઇ રહ્યા છે પરંતુ રોડ પર પડેલા ખાડા ના કારણે અકસ્માતના બનાવો છાશવારે બની રહ્યા છે
સિહોર થી ટાણા સુધીના રોડ પર હરરોજ હજારો વાહનોની અવરજવર થતી હોય છે જોકે રોડ પરની સ્થિતિ અત્યંત બિસ્માર બની હોવાના કારણે પાંચ કિલોમીટર નું અંતર કાપવામાં પણ એક કલાક જેટલો સમય વીતી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સિહોર બાયપાસ રોડ પરથી 20 જેટલા ગામો પર જવાનો મુખ્ય રસ્તો છે જેમાં કનાડ, ખાંભા, સર, કાજાવદર, જાંબાળા સહિતના માર્ગને જોડતો રોડ છે તંત્ર એટલી હદે નિર્ભર બન્યું છે કે રોડ પરના ખાડા તેમને બતાવી પણ રહ્યા નથી જોકે સ્થાનિક ગ્રામજનો દ્વારા આ અંગે રોડ વિભાગને રજૂઆતો કરી છે પરંતુ તંત્રને રોડ રીપેરીંગમાં રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે બીજી તરફ ભાવનગર જિલ્લાના રોડ ની દુર્દશા ના કારણે વાહનચાલકો ત્રસ્ત બની ગયા છે સત્વરે રોડનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવે સિહોર પંથકમાં રહેતા લોકોની માંગ ઉઠી છે