અમારા માટે કોઈ ગરીબ નથી કે કોઈ તવંગર નથી હું આદિવાસીના ઘરે જેટલી સહજતાથી જમી શકું છું – શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

15

શહેરના ચિત્રા-ફુલસર વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી
ભાવનગર શહેરનાં ચિત્રા-ફુલસર વિસ્તારમાં આવેલ જોગણીમાતાના મંદિર પાસે ખારા વિસ્તાર ખાતે પેવિંગ બ્લોક તથા કૃષ્ણ પાર્ક, ચિત્રા-સિદસર ખાતે બ્લોક નાખવાના કામોનું ખાતમુહૂર્ત સાંજે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કર્યું હતું.

આ તકે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વ સમાજનો વિકાસ થાય તેવો સર્વાંગી વિકાસ કરવો છે. સમાજના છેવાડાના તથા મહેનત કશ અને જરૂરિયાતમંદ વિસ્તારોને પ્રાથમિકતા આપીને ત્યાં સારાં વિસ્તારો જેવી જ લાઈટ, પાણી, ગટર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. માંડ પેટિયું રળીને પરગામને પોતાનું ગામ બનવું અઘરું હોય છે. તેવાં સમયે ભાવનગરના આ નવા વિકસિત થયેલાં વિસ્તારોમાં પણ જનસુખાકારીની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવી છે. અત્યારે બ્લોકનું કામ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં સી.સી.રોડ પણ બનાવવામાં આવશે. પશ્ચિમ વિસ્તારમાં કેવી સ્થિતિ હતી અને આજે કેવી સ્થિતિ છે તે તમે રૂબરૂ જઈ શકો છો. અમારા માટે કોઈ ગરીબ નથી કે કોઈ તવંગર નથી. હું આદિવાસીના ઘરે જેટલી સહજતાથી જમી શકું છું. એટલી જ સહજતાથી ભાવનગરના કોઈપણ વિસ્તારમાં સામાન્ય માણસ બનીને રહી શકું છું. આ માણસ બનવું આજના જમાનામાં ખૂબ અઘરું છે તેમણે લાગણીસભર સવારે જણાવ્યું હતું. જ્યાં કંઈ નહોતું, ત્યાં આજે કાર્ય કરવાનો મોકો મળ્યો છે તેનો આનંદ વ્યકત કરીને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે સૌ સમાજને સાથે લઈને શ્રમજીવી અને મહેનતકશ લોકોની આવકમાં વૃદ્ધિ થાય તેવો વિકાસ કરવો છે તેની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે મેયર કીર્તિબાળા દાણીધારીયા, ચિત્રા-ફુલસર વિસ્તારના કોર્પોરેટરઓ, વિસ્તારના સ્થાનિક આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગર જિલ્લાના માર્ગો ચોમાસાના પ્રારંભે થયા બેહાલ રોડ પર વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું
Next articleઆચાર્યથી ભૂલ થઈ છે એટલે તેણે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે – ટ્રસ્ટી ડો.ધીરેન વૈષ્ણવ