શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બાળકો સાથે હીચકા ખાઈ પોતાના બાળપણ યાદ આવ્યું

20

શિક્ષણ મંત્રી જીતુભાઈ વઘાણીની વિદ્યાર્થીઓ સાથે બાળ સહજ ગોષ્ઠી
મારા ભાવનગર (પશ્ચિમ) વિધાનસકભામાં સમાવિષ્ટ ચિત્રા-ફુલસર-નારી વોર્ડના નારી ગામમાં આવેલી જગદીશશ્વરાનંદ સરકારી પ્રાથમિક શાળાના બાળકો કલામહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા જેના ભાગરૂપે આ બાળકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજયના શિક્ષણમંત્રીએ બાળકો સાથે હિંચકા ખાઈ બાળકો સાથે બાળ સહજ ભાવે હળીમળી ગયા હતા.

રાજ્ય સરકારે બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અનેકાનેક નવી પહેલ કરી છે અને આ પહેલ અંતર્ગત આયોજિત સ્પર્ધાઓમાં જયારે મારા ભાવેણાંના અને ખાસ કરીને મારી વિધાનસભા ક્ષેત્રના બાળકો અવ્વ્લ આવે તો સ્વાભાવિક રીતે તેની ખુશી અપાર હોય. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસ માટે “શાળા પ્રવેશોત્સવ” યોજાયો હતો, જેમાં ભાવનગર શહેર-જિલ્લામાં આવેલી શાળાઓમાં સરકારી અધિકારીઓ દ્વારા શાળાઓમાં પહોંચી શાળા પ્રવેશોત્સવ માં જોડાઈ વિદ્યાર્થીઓ ને આવકાર્યા હતા દરમ્યાન ગત રોજ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘણી ચિત્રા-ફૂલસર વોર્ડમાં આવેલ જગદીશ્ર્વરાનંદ પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતાં આ શાળા ખેલ મહાકુંભ મા સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે આવી હોય આથી આ સિધ્ધિ તથા વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મંત્રી વાઘણી શાળાના મહેમાન બન્યાં હતાં અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ખાસ્સો સમય પસાર કર્યો હતો તથા ખેલ મહાકુંભ મા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યાં હતાં વિદ્યાર્થીઓમા બાળ સહજ ભાવે હળીમળી ગયેલ મંત્રી વાઘણી થી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. અને બાળકો સાથે હિંચકા ખાઈ, લસરપટ્ટી સહિતની વિવિદ રમતો બાળકોને રમતો રમાડી શિક્ષણ મંત્રીએ બાળપણને યાદ કર્યું હતું

Previous articleઆચાર્યથી ભૂલ થઈ છે એટલે તેણે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે – ટ્રસ્ટી ડો.ધીરેન વૈષ્ણવ
Next articleભજન-ભોજન-ભક્તિના ત્રિવેણી સંગમ સાથે પાળિયાદ માં આવેલ પ્રસિદ્ધ તીર્થ વિહળ ધામે આવતીકાલે અમાસી મેળો યોજાશે…