રાજ્ય સરકારનાં અને બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગનાં માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકાની ૩૬ સરકારી પ્રા.શાળાઓમાં તા.૨૩/૦૬/૨૦૨૨ થી તા.૨૫/૦૬/૨૦૨૨ એમ ત્રણ દિવસ કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડીનાં બાળકો તેમજ ધોરણ-૧ માં પ્રવેશ પામતા બાળકોનાં પ્રવેશોત્સવનું ખુબ જ સરસ આયોજન થયેલ.
કોરોનાં બાદ ઘણા સમય પછી શાળાઓમાં આનંદ અને ઉત્સાહ સાથે નવા પ્રવેશ પામેલ બાળકોને આવકારવામાં આવેલ. આ તકે ત્રણ દિવસ તાલુકાની જુદી જુદી શાળાઓમાં પી.ડી.પલસાણા જિલ્લા વિકાસ અધિકારી-બોટાદ, વસીમ શાહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બોટાદ,ધારા પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-બોટાદ, ડી.એન.સિંઘલ કાર્યપાલક ઇનજેર GWSSB બોટાદ, ગીતા પટેલ કાર્યપાલક ઇનજેર બોટાદ, પી.ડી..મોરી નાયબ જિલ્લા પ્રા.શિશ્રણાધિકારી બોટાદ મહેશભાઇ ચુડાસમા લેકચરર ડાયેટ ભાવનગર, જિલ્લા પંચાચતનાં સદસ્યઓ, તાલુકા પંચાયતનાં પ્રમુખ વિનોદભાઈ સોલંકી, તાલુકા પંચાયતનાં સદસ્યો તેમજ સ્થાનિક આગેવાનો,મહેમાનો ઉપસ્થિત રહીને બાળકોને પ્રવેશ કરાવેલ અને સીઆરસી અને બીઆરસીની ક્લસ્ટર તેમજ તાલુકા કક્ષાએ સમીક્ષા બેઠકનું આયોજન કરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડેલ. આ વર્ષે તાલુકની શાળાઓમાં ૧૨૭૨ જેટલાં બાળકોએ ધોરણ-૧ માં પ્રવેશ કરેલ. તાલુકાની તમામ પ્રા,શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ખુબ જ સરસ આયોજન થાય એ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,તાલુકા કેળવણી નિરીક્ષક, સી.ડી.પી.ઓ, બી.આર.સી કો-ઓર્ડિનેટર, લાયઝન અધિકારીઓ, સંકલન અધિકારીઓ, આચાર્ય, એસ.એમ.સી.એ ખુબ જહેમત ઉઠાવેલ હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર