ભાવનગર જિલ્લામાં તા.૫ જુલાઇથી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે

16

છેલ્લા બે દાયકા દરમિયાન થયેલા વિકાસને જન-જન સુધી પહોચાડાશે
સમગ્ર ગુજરાતની સાથે તા.૫ જુલાઇથી ભાવનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગ રૂપે યોજાનાર આ યાત્રા દરમિયાન વિકાસકામોનુ લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવશે. આ વિકાસ યાત્રા વિવિધ વિભાગોના સહયોગથી જિલ્લામાં છેલ્લા બે દાયકા દરમિયાન થયેલ વિકાસ કામો જન-જન સુધી પહોચાડવામાં આવશે. તેમજ પ્રજા હિતકારી યોજનાના લાભોનુ લાભાર્થીઓનો વિતરણ કરાશે. શહેરી વિસ્તાર ઉપરાંત અલગ અલગ ગામો માં યાત્રા નું આયોજન કરવામાં આવશે. આ અંગે ની મુખ્ય સચિવ પંકજ કુમાર નાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સચિવે દરેક જિલ્લા નાં કલેકટર પાસેથી માહિતી મેળવી હતી.
આ વિડીયો કોન્ફરન્સમાં કલેકટર શ્રી યોગેશ નિરગુડેનાં અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસ યાત્રાના આયોજન અર્થે કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં તાલુકા વાઇઝ નોડલ અધિકારીઓની નીમણુંક કરવા સાથે અધિકારીઓને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી. યાત્રાનો રૂટ નક્કિ કરવા સાથે યાત્રા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો.રવીન્દ્ર પટેલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleપીજીવીસીએલ દ્રારા ૧,૮૨,૫૦૦ ખેતી જોડાણો સૌરઊર્જા હેઠળ આવરી લેવાશે
Next articleયુવાન મહિલા ડોક્ટરે કર્યો આપઘાત