લક્ઝરી બસમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપ્યા

1185

શહેરના નારી ચોકડી નજીક વરતેજ પોલીસ સ્ટાફ વોચમાં રહી ધોલેરા તરફથી ચાલી રહેલ લક્ઝરી બસને અટકાવી તલાશી લેતા જેમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ધોલેરા તરફથી આવી રહેલ લક્ષ્મી ટ્રાવેલ્સની લકઝરી બસ નં.જીજેપ ઝેડ પર૯પને વરતેજ પોલીસે નારી ચોકડી પાસે અટકાવી તલાશી લેતા બસમાં જુગારની બાજી માંડી બેઠેલા મનિષ ઘનશ્યામભાઈ ડોડીયા, રે.આંબાવાડી, મનિષ મહેશભાઈ પરમાર રે.હલુરીયા, દુપલ કાન્તીભાઈ શાહ રે.વોરાજબાર, જેન્તી ઓધાભાઈ ચૌહાણ રે.સરદારનગર અને પ્રિયાંક કમલેશભાઈ ત્રિવેદી રે.ભગાતળાવવાળાને રોકડ રૂા.૬૯,રપ૦ અને બસની કિ.રૂા.૮ લાખ ગણી કુલ રૂા.૮,૬૯,રપ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleપાલીતાણામાં જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી
Next articleખોપાળા ગામે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે જળસંચય કાર્યક્રમ યોજાયો