ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ૧લીમે થી ૩૧ મે સુધી મુખ્યમંત્રીની પ્રેરણાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જે અંતર્ગત શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી જિલ્લામાં આવતા જળાશયો, ચેકડેમોની સાફસફાઈ અને ઉંડા ઉતારવાનું એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ. આવનાર ચોમાસામાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય અને પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે લોકોમાં જાગૃતતા આવે અને જળસંચય કાર્યક્રમોમાં લોકોની ભાગીદારી થાય તે આશય સાથે આ યોજના અમલમાં મુકેલ છે જેના ભાગરૂપે આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીના વરદ હસ્તે સરકાર દ્વારા અને લોકસહયોગથી યોજાયો. આ કાર્યક્રમમાં મંત્રી સૌરભભાઈ પટેલ, પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર, નાનુભાઈ વાનાણી, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ બાબુભાઈ જેબલીયા, બોટાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી, અલંગ યાર્ડના ચેરમેન ગીરીશભાઈ શાહ, તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર ડો.ધીરૂભાઈ શિયાળ, ગઢડા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ હુંબલ, કલેક્ટર, ડીડીઓ તેમજ તાલુકા ભાજપા પ્રમુખ રાજુભાઈ ચૌહાણ, મહામંત્રી ગણેશભાઈ જીડીયા, મુકેશભાઈ બોરડા સહિત વિશાળસંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા હાજર રહ્યાં હતા.