ત્રણ પ્રવાસીઓને મેથોડિસ્ટ મેટ્રોપોલિટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમની હાલત સ્થિર છે, તમામ લોકો બંધ ટ્રકની અંદર બેઠેલા હતા
વોશિંગ્ટન,તા.૨૮
અમેરિકામાં એક મોટી ઘટના બની છે. ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયોમાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદરથી ૪૬ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટી કરી છે. સેન એન્ટોનિયોના દ્ભજીછ્ ચેનલે જણાવ્યું કે આ ટ્રક શહેરના દક્ષિણ તરફ શહેરથી દૂર રેલવેના પાટા પાસેથી મળ્યો છે. જોકે સેન એન્ટોનિયોની પોલીસે આ બાબત પર નિવેદન આપ્યું નથી. દ્ભછજી્ના ટિ્વટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં પોલીસની ગાડીઓ અને એમ્બ્યુલન્સ એક મોટા ટ્રકને ઘેરીને ઉભેલી દેખાય છે. આ ગેરકાયદેસર રીતે મૃતદેહોને અમેરિકામાં ઘૂસાડવાનો કિસ્સો માનવામાં આવી રહ્યો છે, કારણ કે જ્યાંથી આ ટ્રક મળ્યો તે અમેરિકા અને મેક્સિકો બોર્ડર ૨૫૦ કિલોમીટર છે. સિટી કાઉન્સિલના પ્રમુખ એડ્રિયાના રોચા ગાર્સિયા મુજબ ટ્રકમાં મૃત મળેલા લોકો પ્રવાસી છે. સેન એન્ટોનિયો ફાયર ડિપાર્ટમેન્ટ મુજબ સોમવારે રાત્રે ટ્રકમાંથી જીવતા મળેલા અન્ય ૧૬ લોકોને હોસ્પિટમાં દાખલ કરાયા છે, જેમાંથી ૪ ટીનએજ છે. તેમને હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ પ્રવાસીઓને મેથોડિસ્ટ મેટ્રોપોલિટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમની હાલત સ્થિર છે. માનવામાં આવે છે કે તમામ લોકો બંધ ટ્રકની અંદર બેઠેલા હતા અને તેમની હાલત ગરમીના કારણે ખરાબ થઈ ગઈ હતી. સોમવારે ટેક્સાસમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયલ સુધી પહોંચી ગયું છે. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે ૨૦૧૭માં પણ આ રીતે ૧૦ અપ્રવાસીઓના શબ ભરેલો ટ્રક ટેક્સાસમાંથી મળ્યો હતો. આ મામલે મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડએ પોતાના પ્રતિક્રાય આપી છે. ટિ્વટર પર તેમણે આ ટ્રેજડી ઈન ટેક્સાસ એટલે કે ટેક્સાસની ત્રાસદી ગણાવી છે. આ સાથે તેમણે કહ્યું કે સ્થાનિક વાણિજ્ય દૂતાવાસ ઘટના સ્થળ પર પહોંચી રહ્યું છે. જોકે, મૃત હાલતમાં મળેલા લોકોની રાષ્ટ્રીયતા શું છે તે અંગે હજુ સુધી પુષ્ટી થઈ શકી નથી. હાલના મહિનામાં અમેરિકા-મેક્સિકો બોર્ડર પર રેકોર્ડ સંખ્યામાં પ્રવાસીઓ બોર્ડર ક્રોસ કરી છે. જેને જોતા જો બાઈડને સરકારે ઈમિગ્રેશન નીતિની નિંદા કરી છે. સૂત્રોના હવાલાથી લખ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ તરફથી એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદરથી ઓછામાં ઓછા ૪૦ લોકો મળી આવ્યા છે. ૧૬ અન્યને અલગ-અલગ પરિસ્થિતિઓમાં આસપાસની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર સેન્ટ એન્ટોનિયો પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઉપસ્થિત છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દક્ષિણ આફ્રિકામાં એક નાઇટક્લબમાં ૨૧ સ્ટૂડન્ટ્સની લાશ મળી હતી. મૃત બાળકો હાઇસ્કૂલની પરીક્ષા પુરી થયા પછી ઉજવણી માટે ક્લબમાં ગયા હતા. એક પોલીસ ઓફિસરના મતે માર્યા ગયેલા બાળકોના શરીર પર કોઇ ઇજાના નિશાન મળી આવ્યા ન હતા. ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની ઉંમર ૧૩ થી ૧૭ વર્ષની બતાવવામાં આવી હતી. બ્રિગેડિયર થેમ્બિકોસી કિનાનાએ કહ્યું હતું કે અમને સૂચના મળી હતી કે દક્ષિણ આફ્રિકાના સીનરી પાર્કની પાસે એક નાઇટક્લબમાં ૨૧ સ્ટૂડન્ટ્સના મોત થયા છે. ૮ યુવતીઓ અને ૧૩ યુવકની લાશ મળી આવી હતી. ૧૭ લાશ ક્લબની અંદર મળી હતી.