શુક્રવારે યોજાનારી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા રિહર્સલ કરાયું

21

૩૦૦૦ જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે
ભાવનગર ખાતે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, સંતો-મહંતો અને ભક્તો રથયાત્રા નીકળશે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે. રથયાત્રાના માર્ગ પર આજે આઈ.જી, એસ.પી, એ.એસ.પી સહિતના અધિકારીઓ અને વિવિધ ફોર્સ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. રથયાત્રાનો બંદોબસ્ત જાળવવા માટે ૧ એસપી, ૧ એએસપી, ૧૫ ડીવાયએસપી, ૪૦ પીઆઈ, ૧૩૧ પીએસઆઇ, ૧૫૯૭ પોલીસ, ૧૮ ઘોડેસવાર પોલીસ, ૫ એસઆરપી કંપની, ૧૧૮૩ હોમગાર્ડ જવાન, ૩૫ વીડિયોગ્રાફર સહિતના સુરક્ષા કર્મીઓ, ૪ ડ્રોન કેમેરા અને બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો ખડેપગે ફરજ બજાવશે. અનેક જિલ્લાઓ માંથી પોલીસ જવાનો બંદોબસ્ત માટે આવી પહોંચ્યા છે આ વર્ષે રથયાત્રામાં ફલોટ કે પ્રસાદ વિતરણ બંધ રહેશે આકર્ષણનું કેન્દ્ર ફક્ત ભગવાનનો રથ રહેશે. આ રથયાત્રા શહેરના ૧૭.૫ કિમી ના રૂટ પર ફરશે. ત્યારે રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આજે ભગવાનેશ્વર મંદિરેથી રથયાત્રાના પુરા રૂટ પર અંતિમ રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.જી, એસ.પી, એ.એસ.પી, ડી.વાય.એસ.પી, પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો ,હથિયારધારી ઘોડેસવાર જવાનો-પાંચ એસ.આર.પી ની ટુકડીઓ મળી કુલ ૩૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ જોડાયા હતા સાથે સાથે પોલીસના વાહનો જેમાં વ્રજ-વરુણ-ફાયર-એમ્બ્યુલન્સ તથા દૂરબીન સાથેના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. તેમજ ધાબા પોઈન્ટ પર દુરબીન અને વોકીટોકી તથા રાયફલ સાથે જવાનો બંદોબસ્ત જાળવશે. આ ઉપરાંત સમગ્ર રૂટમાં રથયાત્રા પર સીસીટીવી કેમેરાથી તેમજ ૪ ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. ભાવનગરમાં સંવેદનશીલ ગણાતા ઘોઘાગેટ ચોકથી હલુરિયા ચોક સુધી આ રથયાત્રા રૂટ પર એસ.પી સહિતના તમામ સુરક્ષાકર્મીઓ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, સંતો-મહંતો અને ભક્તો રથયાત્રા નીકળશે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે. રથયાત્રાના માર્ગ પર આજે આઈ.જી, એસ.પી, એ.એસ.પી સહિતના અધિકારીઓ અને વિવિધ ફોર્સ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. રથયાત્રાનો બંદોબસ્ત જાળવવા માટે ૧ એસપી, ૧ એએસપી, ૧૫ ડીવાયએસપી, ૪૦ પીઆઈ, ૧૩૧ પીએસઆઇ, ૧૫૯૭ પોલીસ, ૧૮ ઘોડેસવાર પોલીસ, ૫ એસઆરપી કંપની, ૧૧૮૩ હોમગાર્ડ જવાન, ૩૫ વીડિયોગ્રાફર સહિતના સુરક્ષા કર્મીઓ, ૪ ડ્રોન કેમેરા અને બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો ખડેપગે ફરજ બજાવશે. અનેક જિલ્લાઓ માંથી પોલીસ જવાનો બંદોબસ્ત માટે આવી પહોંચ્યા છે આ વર્ષે રથયાત્રામાં ફલોટ કે પ્રસાદ વિતરણ બંધ રહેશે આકર્ષણનું કેન્દ્ર ફક્ત ભગવાનનો રથ રહેશે. આ રથયાત્રા શહેરના ૧૭.૫ કિમી ના રૂટ પર ફરશે. ત્યારે રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આજે ભગવાનેશ્વર મંદિરેથી રથયાત્રાના પુરા રૂટ પર અંતિમ રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.જી, એસ.પી, એ.એસ.પી, ડી.વાય.એસ.પી, પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો ,હથિયારધારી ઘોડેસવાર જવાનો-પાંચ એસ.આર.પી ની ટુકડીઓ મળી કુલ ૩૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ જોડાયા હતા સાથે સાથે પોલીસના વાહનો જેમાં વ્રજ-વરુણ-ફાયર-એમ્બ્યુલન્સ તથા દૂરબીન સાથેના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. તેમજ ધાબા પોઈન્ટ પર દુરબીન અને વોકીટોકી તથા રાયફલ સાથે જવાનો બંદોબસ્ત જાળવશે. આ ઉપરાંત સમગ્ર રૂટમાં રથયાત્રા પર સીસીટીવી કેમેરાથી તેમજ ૪ ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. ભાવનગરમાં સંવેદનશીલ ગણાતા ઘોઘાગેટ ચોકથી હલુરિયા ચોક સુધી આ રથયાત્રા રૂટ પર એસ.પી સહિતના તમામ સુરક્ષાકર્મીઓ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું.

Previous articleભોઈ સમાજના લોકો ખેંચશે ભગવાનનો રથ
Next articleભલુ થજો ભગવાનનું ! : સિંધુનગર સહિત શહેરના રસ્તાના ખાડાઓ આખરે પુરાયા