અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુને ૯૪મી અનાજ કીટનું વિતરણ

21

ઈમ્પેક્ટ ફાઉન્ડેશન યુ.કે. અને પી.એન.આર.સોસાયટીનાં સહયોગથી શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા આજરોજ તા.૨૯/૦૬/૨૦૨૨, બુધવારનાં રોજ જિલ્લાનાં ૩૦ લાભાર્થીઓને અનાજકીટનું વિતરણ પી.એન.આર.સોસાયટીનાં સેક્રેટરી જનરલ પારસભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનાં એચ.પી.રાખશીયા, હસમુખભાઈ ધોરડા, મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી, કનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ નોંધવું ઘટે કે અંધ અભ્યુદય મંડળ દ્વારા દર મહીને શહેરનાં ૨૨ પ્રજ્ઞાચક્ષુ પરિવારને અનાજકીટ આપવામાં આવે છે પરંતુ ઈમ્પેક્ટ ફાઉન્ડેશન યુ.કે.નાં આર્થિક સહયોગથી આ અનાજકીટનો જિલ્લાનાં નેત્રહીન ભાઈ-બહેનો માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેવી જાણકારી મંડળનાં પ્રમુખ લાભુભાઈ સોનાણીએ આપી હતી.

Previous articleબાપાના ધામ બગદાણા પર મેઘરાજાનો જળાભિષેક સાંબેલાધાર સાત ઇંચ વરસાદ
Next articleસૌની યોજના’ અંતર્ગત રામધરી તથા ચોરવડલા તળાવોનો સમાવેશ ક્યારે થશે?