મુંબઈ, તા.૨૯
બોલિવુડના બહુચર્ચિત લવબર્ડ્સમાંથી એક અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પ્રેમના શહેર’માં એકબીજાનો સંગાથ અને હૂંફ માણી રહ્યા છે. કપલ પેરિસમાં છે અને બંનેનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ત્યાંની સુંદર તસવીરોથી ભરેલું છે. મંગળવારે, અર્જુન કપૂરે સન-કીસ્ડ સેલ્ફી શેર કરી હતી અને તેની સાથે મલાઈકા અરોરા પેરિસની નાઈટ લાઈટ કેમેરામાં કેપ્ચર કરી રહી હોય તેવો એક વીડિયો પણ સાથે હતો. કેપ્શનમાં અર્જુને ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેણે દિવસે પહેરેલી તેની નેવી બ્લ્યૂ કલરની હૂડી રાતે લેડી લવ મલાઈકાએ લઈ લીધી હતી. એક્ટરે જ્યારે પોસ્ટ શેર કરી ત્યારે મલાઈકાએ અરોરાએ તેના પર કોમેન્ટ કરતાં પ્રતિક્રિયા પણ આપી હતી. અર્જુન કપૂરે કેપ્શનમાં લખ્યું હતું ’દિવસે તેની રાતે તેણીની વધુ માહિતી માટે સ્વાઈપ કરો ઈંદ્ઘેદ્બીજિરટ્ઠિૈહખ્તૈજષ્ઠટ્ઠિૈહખ્ત. અર્જુને જ્યારે વીડિયો કેપ્ચર કર્યો ત્યારે મલાઈકા અજાણ જણાતી હતી, પરંતુ તેને જેવી ખબર પડી કે તરત જ કેમેરાથી દૂર થઈ ગઈ હતી. મલાઈકાએ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું હતું ’હાહાહાહાહા? પકડાઈ ગઈ’. અર્જુન કપૂરનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે કપલ ગયા અઠવાડિયે પેરિસ ગયું હતું. રવિવારે (૨૬ જૂન) અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તસવીરો શેર કરીને બોયફ્રેન્ડને વિશ કરતાં એક્ટ્રેસે લખ્યું હતું ’પોતાની ઈચ્છા માગ મારા પ્રેમ. ભગવાન કરે તારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય. હેપી બર્થ ડે અર્જુન કપૂર. બર્થ ડે પર અર્જુન અને મલાઈકાએ યમ્મી બ્રંચ લીધું હતું. તેમણે ફ્રેન્ચ ફ્રાઈસ અને બર્ગર ધરાઈને ખાધું હતું. તેની તસવીરો પણ એક્ટ્રેસે શેર કરી હતી અને લખ્યું હતું ’સન્ડે છે અને બર્થ ડે પણ છે…બ્રંચ તો બનતા હૈ ઈંર્રર્ંઙ્ઘેદ્બઈુંરૈીંજીિૈીજ. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આશરે ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. ૨૦૧૯માં એક્ટરે સોશિયલ મીડિયા પર તેમના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. ત્યારથી તેઓ જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં આવ્યા છે.