ઘોઘા ગામે લાંબા સમયથી ગ્રામજનો ટ્રાફીક પ્રશ્નને લઈ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે જવાબદાર તંત્ર દ્વારા આ અગે કોઈ પગલા ને લેતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
ઘોઘામાં કેટલાક વર્ષોથી તંત્ર દ્વારા ટ્રાફીક નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં ન આવતા આ સમસ્યા વકરીને લોકો માટે સિરદર્દ સમી સમસ્યા બની ચૂકી છે. ગેરકાયદે માર્ગો પર દબાણના કારણે ગલીઓ સાંકડી થઈ જવા પામી છે. તથા લોકો જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરતા હોય આથી આવા રોડ પર વાહન ચલાવવુ તો દુર પગપાળા પસાર થવુ પણ મુશ્કેલ બને છે. ગ્રામ પંચાયચત દ્વારા ગેરકાયદે ખડકાયેલ દબાણો દુર કરે તથા પોલીસ તંત્ર ટ્રાફીક નિયમોનું લોકો પાસે ચૂસ્ત પણે પાલન કરાવે અને આ સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.