ભાવનગર જિલ્લા સહકારી દૂઘ ઉત્પાદક સંઘ લિ. દ્વારા આયોજીત જિલ્લાની મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓના મહિલા સભાસદો એવા પશુપાલક બહેનોને પ્રશિક્ષિત કરી દૂધ ઉત્પાદન ક્ષેત્રે આગળ વધી ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ મેળવવાના શુભ હેતુથી શરૂ થયેલી સાત દિવસીય મહિલા માર્ગદર્શન શિબિરના બીજા દિવસે વિશાળ જનમેદની વચ્ચે પશુને દાણ ખવરાવવામાં જિલ્લાની ચાર વિશિષ્ટ મંડળીઓને પુરસ્કૃત કરાઈ હતી. શાબ્દિક સ્વાગત પ્રવચન સંઘના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર એમ.પી. પંડ્યાએ કર્યુ હતું. સર્વોત્તમ દાણના ઉપયોગથી મળી રહેલા ઉત્કૃષ્ટ પરિણામો વિશે જિલ્લાની બે મંડળીના પ્રતિનિધિ આશાબેન વઘાસીયા તથા રણજીતભાઈ ખેરાળાએ અનુભવકથન કહેલ. આજની શિબિરમાં વેટરનરી ઓફીસર ડો.બલદાણીયા પશુ સંરક્ષણ અને પશુ આરોગ્ય વિશે જણાવેલ તેમજ દૂઘ ઉત્પાદન વધારવા દાણ પશુને અવશ્ય ખવરાવવું જોઈએ તે વિશે વાત કરેલ. સંઘના મેનેજીંગ ડિરેક્ટર એચ.આર. જોશીએ સંસ્થાની પ્રગતિ અને આજ સુધીના સફરના સંસ્મરણો કહેલ. સંયુક્ત રજીસ્ટ્રાર એ.કે. ભટ્ટે ખેતીની અવેજીને બદલે આ વ્યવસાય તરફ વળવાની જરૂરીયાત છે. સારા પોષકતત્વો પશુને આપવા માટે સર્વોત્તમ દાણ આપવું જરૂરી છે. અધ્યક્ષસ્થાનેથી સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે મહેમાનોન અને દૂધ ઉત્પાદકોને શ્વેતાક્રાંતિ દ્વારા ભાવનગર જિલ્લાની આર્થિક ક્રાંતિના આપણા મહા અભિયાનમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા. અંતમાં આભારવિધિ સિનિયર મેનેજર ભરતભાઈ ખેરે કરેલ હતી.