જોગીંગ ટ્રેક, એન.સી.સી.ટેકરીનું નવીનીકરણ, બટરફ્લાય ગાર્ડન, કિડઝ પ્લે એરિયા, ફાઇબર મટીરિયલમાં રિયાલીસ્ટીક સ્કેલ એનિમલ સ્ટેચ્યુ મૂકી મિની ઝુ પાર્ક જેવી અનેક નવીનતમ વસ્તુઓ ઉભી કરાશે
ભાવનગર શહેરનાં બોરતળાવ કૈલાસવાટીક ખાતે ફેઇઝ- ૩ ના કામોનું ખાતમુહુર્ત ગુજરાત રાજ્યનાં કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત રૂ.૪.૪૭ કરોડનાં ખર્ચે બોરતળાવ કૈલાસવાટીકા ડેવલપમેન્ટ ફેઝ- ૩ના કામોનું ખાતુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાલના હયાત પાથ- વે થી ઇસ્કોન ક્લબ સુધી જોગીંગ ટ્રેક, એન.સી.સી.ટેકરીનું નવીનીકરણ, મેઈન એન્ટ્રી ગેઇટ, લાઇટિંગ, પાર્કિંગ ફેસેલિટી, અલગ એન્ટ્રી સાથે બટરફ્લાય ગાર્ડન માટે જરૂરી સિવિક વર્ક, પાર્કિંગ સુવિધા, પાળા પર ડેકોરેટીવ કોનોપી તથા લાઈટીગ એલિમેંન્ટ્સ, ક્લબ હાઉસ તરફના એરિયામાં સ્ટેપ પ્લાઝા બનાવી બેઠક તથા પ્લેટફોર્મ, કિડઝ પ્લે એરિયા, ટોઇલેટ બ્લોક, પાથ- વે, લેન્ડ સ્ક્રેપીંગ વર્ક, એટ્રેકટીવ લેન્ડસ્કેપ એલિમેન્ટ અને ડેકોરેટીવ લાઈટીગની કામગીરી, સિનિયર સીટીઝન એરિયા, આઇલેન્ડ ડેકોરેશનની કામગીરી, ફાઇબર મટીરિયલમાં રિયાલીસ્ટીક સ્કેલ એનિમલ સ્ટેચ્યુ મૂકી મિની ઝુ પાર્ક જેવી અનેક નવીનતમ વસ્તુઓ ઉભી કરાશે. આ કામગીરી થવાથી આકર્ષક, રમણીય, પીકનીક સ્થળ તરીકે કૈલાસવાટીકાની ઓળખ ઉભી થશે. આ તકે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહાનગરપાલિકાને સીધી ગ્રાન્ટ ફાળવવાની શરૂઆત કરતા મહાનગરપાલિકામાં પણ નવિનતમ વિકાસ શક્ય બન્યો છે.આજે ભાવનગર નો ૯૦ ડિગ્રી એ વિકાસ રાજ્ય સરકાર ની યોજનાઓને આભારી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે કૈલાસવાટીકામાં થનાર નવીનીકરણ એ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા બનાવેલ આ ડેમ થકી સૌ નગરજનોના પાણીના પ્રશ્ન અંગે ભવિષ્યની ચિંતા કરી હતી. ડેમમાં પાણી ભરાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા યોજનાઓ થકી નર્મદાનું પાણી તળાવ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે આ તકે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, બોરતળાવ વોર્ડનાં કોર્પોરેટરો, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારનાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.