છેલ્લા બે દિવસથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ધ અનેક પ્રકારની પોસ્ટ પણ મૂકવામાં આવી રહી છે. આ અંગે નીતિન પટેલે ગુરુવારે રાત્રે એક ટિ્વટ કરીને ખુલાસો કર્યો હતો. શુક્રવારે સવારે પણ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેમજ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છે. મીડિયા સાથે વાતચીત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ’છેલ્લા કેટલાક દિવસથી કેટલાક વ્યક્તિઓ તરફથી મને બદનામ કરવામાં આવી રહ્યો છે. આવું કરવા પાછળનો ઉદેશ્ય મારા વિશે ગુજરાતની જનતામાં, ભારતીય જનતા પાર્ટીમાં, મારા શુભેચ્છાકોમાં, ભાજપના કાર્યકરોમાં અને મારા મત વિસ્તારના લોકોમાં અપ્રચાર કરવાનો છે. મારી પ્રતિષ્ઠાને નુકસાન થાય તે રીતે સોશિયલ મીડિયામાં મેસેજ મૂકવામાં આવી રહ્યા છે.’ નીતિનભાઈએ વધુમાં કહ્યું હતું કે, ’ગુરુવારે રાત્રે જ મારા ધ્યાન પર આવી એક પોસ્ટ આવી છે. રાજકીય હેતુ કે કોઈ બદઈરાદો પાર પાડવા માટે મારા વિશે આવા મેસેજ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. મને ટાર્ગેટ કરવા માટે કેટલાક લોકો આવું કરી રહ્યા છે. હું લોકોને વિનંતી કરી છું કે કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આવી પોસ્ટ મૂકવામાં આવે તે વિશ્વાસ કરવો નહીં.’ મહાપંચાયત વિશે બોલતાં ક્યું હાર્દિક પંચાયત એ કોંગ્રેસ પ્રેરિત છે. નાયબ મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, ’અત્યારે એવી વ્યવસ્થા છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી શકે છે. નાદાન લોકો આવા કામ કરતા હોય છે. લાખો લોકોની વચ્ચે આવા કેટલાક લોકોને શોધવાનું કામ પણ ખૂબ મુશ્કેલ છે. આ લોકો સમાજ-સમાજ વચ્ચે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વિવાદ થાય એવું ઇચ્છતા હોય છે. પરંતુ મારી વિનંતી છે કે આવા લોકને સાચા માનવા નહીં.”હાર્દિક પટેલનું રીએક્શન નિતીન પટેલની પ્રતિક્રિયા પછી પાટીદાર નેતા હાર્દિક પટેલ કહ્યું હતું કે અમારી ફરજ છે કે અમારે તેમને આમંત્રણ આપવાની. પોસ્ટર સાથે અમારે કોઈ લેવાદેવા નથી. પોસ્ટર પાછળ ભાજપનો જ હાથ હોવાનો હાર્દિકે આક્ષેપ કર્યો હતો.