RPF ભાવ. ડિવિઝન દ્વારા આયોજીત બાઇક રેલી ૭૫ સ્ટેશનો પર ફરી દિલ્હી પહોંચશે
આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે આરપીએફ ભાવનગર મંડલ દ્વારા ભાવનગરના વરિષ્ઠ મંડલ સુરક્ષા આયુક્ત રામરાજ મીણાની આગેવાની હેઠળ સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ દરમિયાન રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભાવનગર દ્વારા જળ સેવા, વૃક્ષારોપણ, દોડધામ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એકતા માટે, સ્વચ્છતા અભિયાન, જાગૃતિ અભિયાન વગેરે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, આ ક્રમમાં, ૧-૭ના રોજ મોટર સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસથી લીલીઝંડી બતાવી ડીવીઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મોટરસાઇકલ રેલી ૧ થી ૯ જુલાઇ સુધી ભાવનગર ડિવિઝનના ૭૫ સ્ટેશનો પર પહોંચશે અને અંતરિયાળ વિસ્તારોમાં રેલવે અને રેલવે પ્રોટેક્શન ફોર્સની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ વિશે લોકોને માહિતગાર કરશે, ત્યારબાદ ઝોનલ હેડક્વાર્ટર ચર્ચગેટથી સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. ૧૪ ઓગષ્ટે અમદાવાદ થઈને નવી દિલ્હી પહોંચશે.