ભાવનગરના ૧૦ કર્મયોગીઓનુ સન્માન કરી તેમની પ્રવૃત્તિઓને આલેખતું પુસ્તક પ્રકાશિત

21

શેઠ બ્રધર્સ પરિવારના યુવા ઉદ્યોગ પતિ ગૌરવ શેઠની પ્રેરણાથી ભાવનગરના એવા ૧૦ કર્મયોગીઓનું તા.૨૮ જૂનના રોજ સન્માન કરવામાં આવ્યું હતૂ.
જેઓએ વિવિધ ક્ષેત્રમાં એકલ પંડે, ખુબ સંઘર્ષ, ચૂનોતી વચ્ચે પોતાની સેવા ચાલુ રાખી.આવા કર્મયોગ કરનાર વ્યક્તિઓમાં દેવેન શેઠ (ગ્રીન સીટી ભાવનગર), પ્રમોદભાઈ વોરા (સાયકલ વિતરણ), કિશોરભાઈ ભટ્ટ (પર્યાવરણ બચાવો અભિયાન), પ્રજ્ઞાબેન ગાંધી (વંચિત બાળકોનું શિક્ષણ), ર્ડો.ચિન્મય શાહ (દર્દીઓ માટે અનોખી મદદ) વિપુલ સુરતી (બાળકોને ફટાકડા વિતરણ અને ગૌ સેવા), ર્ડો પાલીવાલ (વ્યસન મુક્તિ અભિયાન), હરેશભાઇ ભટ્ટ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ શિક્ષણ), રઘુવીરસિંહ રાઠોડ (વિદ્યાર્થીનીઓને સહાય, માર્ગદર્શન) ડો.અજયસિંહ જાડેજા (માર્ગ અકસ્માત ન થાય તે માટે શિક્ષણ) સન્માન કાર્યક્રમમાં પૂ આનંદ બાવાશ્રીના આશિર્વચન તથા શહેરના મેયર કીર્તિબેન દાણીધારીયા, સાંસદ ભારતીબેન શિયાળ, અશોકભાઈ શેઠ દ્વારા ગૌરવભાઈ શેઠ, ડો.ગિરીશભાઈ વાઘાણી, તારકભાઈ શાહ, ધીરેન્દ્રભાઇ વૈષ્ણવ, સુનિલભાઈ વડોદરિયા, ડો.અજય જાડેજા તથા કર્મયોગી સન્માન સમિતિના સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં અંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ લોકપ્રિયતા મેળવતા મોટિવેશનલ વક્તા અને લેખક જય વસાવડાએ પ્રસંગોચીત પ્રવચન આપ્યું હતુ. શહેરના વિવિધ ક્ષેત્રોના આગેવાન, વરિષ્ઠ નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહેલ.

Previous articleસિહોરમાં રંગદર્શી ફ્લોટ્‌સ સાથે યોજાઇ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
Next articleછેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો